અમેરિકાઃ ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડા મિલ્ટને તબાહી મચાવી છે. વાવાઝોડું ગુરુવારે એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશ્યું હતું અને ભારે પવન અને વરસાદ સાથે શહેરોને તબાહ કર્યા હતા. તોફાનના કારણે 10 લોકોનાં મોત થયા છે. મિલ્ટને બુધવારે રાત્રે કેટેગરી ત્રણના વાવાઝોડા તરીકે ટામ્પાની દક્ષિણે લગભગ 112 કિલોમીટર દૂર સિએસ્ટા બીચ સાથે અથડાયું હતું. તોફાનના કારણે ફ્લોરિડામાં 30 લાખથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, ભારે નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે પાણી પુરવઠાને અસર થઈ છે. અનેક જગ્યાએ પાઈપ લાઈનો તૂટી ગઈ છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખતરો હજુ ટળ્યો નથી
ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું કે આ સૌથી ખરાબ પરિસ્થિતિ નથી. ટેમ્પાએ આ વિનાશક વાવાઝોડાને જોયો ન હોય જેની આશંકા હતી, પરંતુ હજુ પણ આ વિસ્તારમાં મોટી કટોકટી છે. તોફાનના કારણે વિસ્તારના કેટલાક ભાગોમાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખતરો હજુ ટળ્યો નથી અને ફ્લોરિડાના પૂર્વ-મધ્ય કિનારે અને જ્યોર્જિયા સુધીના મોટાભાગના ઉત્તરમાં તોફાનની ચેતવણી જારી કરવામાં આવી હતી.
ફ્લોરિડાના એટલાન્ટિક કિનારે ફોર્ટ પિયર્સ નજીક સ્થિત સ્પેનિશ લેક્સ કન્ટ્રી ક્લબને ભારે નુકસાન થયું હતું, જેમાં કેટલાય ઘરો નાશ પામ્યા હતા અને વાવાઝોટામાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે લગભગ 80,000 લોકોએ આશ્રયસ્થાનોમાં રાત વિતાવી હતી અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. ઓર્લાન્ડોમાં, વોલ્ટ ડિઝની વર્લ્ડ, યુનિવર્સલ ઓર્લાન્ડો અને સી વર્લ્ડ ગુરુવારે બંધ રહ્યાં હતા.
બાઇડેને ઈમરજન્સી જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ફ્લોરિડા માટે ઈમરજન્સી જાહેર કરી હતી. 7 હજાર બચાવકર્મીઓ મદદ માટે તૈનાત હતા. વાવાઝોડા મિલ્ટનના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ જીવન અને મૃત્યુનો મામલો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વાવાઝોડા દાનાની દહેશતથી ઓડિશા-બંગાળમાં સ્કૂલો બંધ, 150થી વધુ ટ્રેનો રદ્દ- Gujarat Post | 2024-10-23 09:25:50
ખેડૂતની કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ, ખેડૂતે કહ્યું મારી પાસે આત્મહત્યા કરવાનો એક જ રસ્તો છે ! | 2024-10-23 09:22:48
બોટાદના ભીમનાથ ગામના પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની ઘરઆંગણે જ હત્યા- Gujarat Post | 2024-10-23 09:20:18
અમરેલીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધું, 24 કલાક બાદ પાંજરામાં કેદ | 2024-10-23 08:25:51
રાજ શેખાવતે કહ્યું લોરેન્સનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને આટલું ઇનામ આપીશ | 2024-10-22 12:16:13
ઇઝરાયેલના હાથે લાગ્યો હિઝબુલ્લાહનો ગુપ્ત ખજાનો! 500 મિલિયન ડોલરનું સોનું અને રોકડ મળી | 2024-10-22 11:09:20
EVM ને લઇને એલોન મસ્કનો ઘટસ્ફોટ, કહ્યું તે હેક કરી શકાય છે, ચૂંટણીઓ આવી રીતે ન થવી જોઇએ | 2024-10-21 10:22:27
વીડિયો, ઇરાને અંધાધૂંધ ફાયરિંગ કરીને 250 જેટલા અફઘાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો દાવો | 2024-10-18 10:29:33
વીડિયો, નાઇજીરિયામાં પેટ્રોલ ટેન્કમાં થયેલા બ્લાસ્ટથી હાહાકાર, 90 લોકોનાં મોત થઇ ગયા | 2024-10-17 09:57:44
ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને હાંકી કાઢતા જસ્ટિન ટ્રુડોને લાગ્યું મરચું, તેમના બદલાયા સૂર | 2024-10-15 09:23:02