(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
સિકંદરાબાદઃ તેલંગાણાના સિકંદરાબાદમાં સોમવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. એક ઇલેક્ટ્રિક સ્કૂટર શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ થઈ રહી હતી, ત્યારે બેટરી ફાટવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે.
ડીસીપી નોર્થ ઝોન ચંદના દીપ્તિએ જણાવ્યું કે, અગાઉ છ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પછી બે લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે.અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે જ આ અકસ્માત થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, "સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને સ્વસ્થ થવાની કામના. તેમણે મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે શોરૂમની ઉપર હોટલ આવેલી છે. આગને કારણે પહેલા અને બીજા માળે ધુમાડો ભરાઈ ગયો હતો, જેને કારણે લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. આ પછી લોકોએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.જો કે, ઘણા લોકો તેમાં ફસાઈ ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા. આ ઘટનામાં સર્વિસિંગ માટે આવેલા પાંચ નવા સ્કૂટર અને 12 જૂના સ્કૂટર બળીને રાખ થઈ ગયા હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32