Sat,16 November 2024,4:59 am
Print
header

દેશમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી- gujarat post

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું 'અસાની' હવે વિખેરાઈ ગયું

દેશમાં ચોમાસાની શરૂઆત વહેલા થશે 

નવી દિલ્હીઃ ચોમાસાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું 'અસાની' હવે વિખેરાઈ ગયું છે, ચોમાસાની શરૂઆત વહેલા થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે દેશમાં સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થઇ શકે છે. ચોમાસાના આગમનની ખેડૂતો રાહ જોઇ રહ્યાં છે. 

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે 27 મેના રોજ આવવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપે છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે. કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે તો તેના થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch