Fri,15 November 2024,5:05 am
Print
header

હવામાન વિભાગનું એલર્ટ, આવી રહ્યું છે વાવાઝોડું Mocha

(file photo)

નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં વરસાદને કારણે વાતાવરણ બદલાયું છે. એક દિવસ અગાઉ દેશની રાજધાની દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે હિમાલય નજીકના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. આ સિવાય દક્ષિણ ભારતના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, રવિવારે દિલ્હી-NCRમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. સોમવારથી આકાશ સ્વચ્છ થશે અને તાપમાન વધવા લાગશે. આગામી સપ્તાહે મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગે તોફાનથી પ્રભાવિત વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. IMD એ કહ્યું કે બંગાળની ખાડીના વિસ્તારોમાં 8 થી 12 મે સુધી વધુ સ્થળોએ વરસાદ પડશે અને દક્ષિણપૂર્વની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, આગામી થોડા દિવસોમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. આ સિવાય ઓડિશા સરકારે ચક્રવાતી તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના અને આસપાસના 18 જિલ્લાઓના કલેક્ટરને એલર્ટ રહેવા કહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch