IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024 ની 19મી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ ઓછી સ્કોરિંગ અને રોમાંચક હતી. આ મેચનું પરિણામ છેલ્લી ઓવરમાં આવ્યું, જ્યાં ટીમ ઈન્ડિયાની જીત થઈ. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની આ 7મી જીત છે. જ્યારે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર એક જ વાર ભારતને હરાવી શકી છે.
ટીમ ઈન્ડિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ 8મી મેચ હતી. દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને રેકોર્ડ 7મી જીત હાંસલ કરી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં એક ટીમ સામે સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. આ યાદીમાં પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ બીજા સ્થાને છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 6 મેચ જીતી છે અને શ્રીલંકાએ 6 વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે.
ટીમ ઈન્ડિયા 119 રન સુધી જ સીમિત થઈ ગઈ
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચમાં માત્ર 19.0ની જ બેટિંગ કરી શકી હતી. આ દરમિયાન તેણે માત્ર 119 રન બનાવ્યાં હતા. ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યાં હતા. રિષભ પંતે 31 બોલમાં 42 રન બનાવ્યાં હતા. જ્યારે અક્ષર પટેલે 20 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા રોહિત શર્મા 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. બીજી તરફ મોહમ્મદ આમિરે 2 વિકેટ પોતાના નામે કરી હતી.
ભારતીય બોલરોએ આખી રમત બદલી નાખી
120 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ 113 રન બનાવી શકી હતી. દરમિયાન ભારતના તમામ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહ ટીમનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે, હાર્દિક પંડ્યાએ 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. બીજી તરફ અક્ષર પટેલ અને અર્શદીપ સિંહના ખાતામાં 1-1 વિકેટ હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પેપર લીક ગેંગ અને શિક્ષણ માફિયા સામે PM લાચાર, NEET કૌભાંડ પર કોંગ્રેસના ટોચના નેતાઓનો મોટો પ્રહાર | 2024-06-23 18:13:42
છત્તીસગઢઃ સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ | 2024-06-23 17:37:33
ઓલા, ઉબેર કે રેપીડો બુક કરતા પહેલા વિચારજો, આવતીકાલથી બે દિવસ રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત | 2024-06-23 17:19:03
આ માનવતાના વિરુદ્ધમાં...ઇઝરાયેલી સૈનિકો ઘાયલ પેલેસ્ટિનિયનને જીપની આગળ બાંધીને હોસ્પિટલ લઇ ગયા | 2024-06-23 09:03:14
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28
કુવૈત પોલીસે ગુજરાતના 10 લોકોની કરી અટકાયત, જાણો- શું છે મામલો | 2024-06-22 09:34:02
ગાઝામાં શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલાઓમાં કુલ 45 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-06-22 08:43:01
આ ચીન તો લુચ્ચું છે..હવે ગલવાન જેવો હુમલો ફિલિપાઇન્સના સૈનિકો પર કર્યો, હથોડી અને છરીથી કર્યાં પ્રહાર | 2024-06-20 17:41:34
કેનેડાએ ઈરાનના IRGC ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, ઇરાનમાં રહેતા નાગરિકોને પાછા બોલાવ્યાં | 2024-06-20 09:46:49
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
આ રહી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ, રાજનાથ, અમિત શાહ, નડ્ડા, સી.આર.પાટીલ સહિત આટલા મંત્રીઓએ લીધા શપથ | 2024-06-09 19:50:39