Tue,02 July 2024,3:18 pm
Print
header

ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડકપ જીતતા જ થયો પૈસાનો વરસાદ, ખેલાડીઓને આટલા કરોડ રૂપિયા મળ્યાં

IND vs SA Final: ભારતીય ક્રિટેટ ટીમે T-20 વર્લ્ડકપની ટ્રોફી જીતી લીધી છે. ભારતે બીજી વખત T-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2024માં એક પણ મેચ હારી નથી અને સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ફાઈનલ મેચમાં પણ ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વિનર અને રનર અપને આટલા કરોડ રૂપિયા મળ્યાં

ICCએ T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત સમયે ઈનામની રકમ જાહેર કરી હતી. આ વખતે T20 વર્લ્ડ કપ માટે અંદાજે 93.50 કરોડ રૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે 20.36 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. ઉપવિજેતા રહી ચુકેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પણ અમીર બની ગઈ છે. આફ્રિકાની ટીમને 10.64 કરોડ રૂપિયા મળ્યાં છે.

આ વખતે સેમિફાઈનલમાં હારેલી ટીમોને મોટી ઈનામી રકમ પણ મળી છે. સેમિફાઇનલમાં હારેલી ટીમોને 6.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં છે. સુપર-8માં તેમની સફર પૂરી કરનારી ટીમોને 3.18 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં છે. બીજી તરફ ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોને 2.06 કરોડ રૂપિયા મળ્યાં છે. સુપર-8 સુધી દરેક મેચ જીતવા બદલ ટીમોને 25.9 લાખ રૂપિયા મળ્યાં છે. ભારતીય ટીમે સુપર-8 સુધી 6 મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ સુપર-8 સુધી 7 મેચ જીતી છે. આવી સ્થિતિમાં સુપર-8 સુધી દરેક મેચ જીતવા બદલ ભારતને 1.55 કરોડ અને દક્ષિણ આફ્રિકાને 1.81 કરોડ રૂપિયા મળ્યાં છે.

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પણ ધનિક બની હતી

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ ભારત અને અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. આ બંને ટીમોને 6.55-6.55 કરોડ રૂપિયા મળ્યાં છે. સુપર-8માં પહોંચનારી યુએસએ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમોના નામ પણ સામેલ છે. આ ટીમોને 3.18 કરોડ રૂપિયા મળ્યાં છે.

કોહલીએ તોફાની ઇનિંગ રમી હતી

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યાં હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ ફાઇનલમાં 76 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અક્ષર પટેલે 47 રનનું યોગદાન આપ્યું હતું. શાનદાર ઇનિંગ્સ રમવા બદલ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch