Fri,20 September 2024,5:28 pm
Print
header

હાર્દિક પંડ્યા ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે કે નહીં ? 2 દિવસમાં થશે સ્પષ્ટતા- Gujarat Post

અમદાવાદઃ IPL 2024 શરૂ થવામાં ત્રણ મહિનાથી વધુ સમય બાકી છે. આ પહેલા પણ આ લીગ ઘણી ચર્ચામાં રહી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાના સમાચાર અચાનક સામે આવ્યાં છે. ગુજરાતની ટીમ છેલ્લી બે સિઝનથી IPL રમી રહી છે અને છેલ્લી બે સિઝનમાં હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમ ફાઇનલમાં પહોંચી છે. હાલ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ ટ્રેંડ થઈ રહ્યાં છે.

2022માં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની હતી.હવે એવા અહેવાલો આવી રહ્યાં છે કે હાર્દિક ગુજરાત છોડવા તૈયાર છે અને મુંબઈ તેને ટ્રેડ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. ગુજરાત પણ હાર્દિકને છોડવા માટે તૈયાર છે. જો કે મુંબઈ પાસે હાલમાં ભંડોળની અછત છે. ટ્રાન્સફર વિન્ડો 26મીએ બંધ થશે. તે પહેલા મુંબઈએ રકમ ચૂકવવી પડશે. ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે.

મીડિયા અહેવાલો અનુસાર, મુંબઈએ હાર્દિકના પગાર અને ટાઇટન્સને ટ્રાન્સફર ફી તરીકે રૂ. 15 કરોડ ચૂકવવા પડશે. ટ્રાન્સફર ફીની રકમ અંગે હજુ સુધી માહિતી પ્રાપ્ત થઈ નથી. હાર્દિકને ટ્રાન્સફર ફીના 50 ટકા સુધી મળશે. હાર્દિકે પણ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી.

આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી મોટો પ્લેયર ટ્રેડ હશે. જો કે, બંને ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી આ અંગે કોઇ જાહેર ટિપ્પણી કરી નથી. મુંબઈ માટે સૌથી મોટો પડકાર એ છે કે ટ્રેડ માટે પર્સમાં પૂરતી રકમ નથી. આનો અર્થ એ થયો કે મુંબઈએ હાર્દિકને સામેલ કરવા માટે એક કે બે મોટા ખેલાડીઓને છોડવાની જરૂર છે. 26મીએ જ ખબર પડશે કે કઈ ટીમ કયા ખેલાડીને રિટેન કરી રહી છે અને કોને બહાર કરી રહી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch