Sat,21 September 2024,3:05 am
Print
header

હવે સૂર્ય તરફ નજર, અંતરિક્ષમાં ભારતની વધુ એક ઉડાન, આદિત્ય એલ-1ને કર્યું લોન્ચ

(Photo: ANI)

શ્રીહરિકોટાઃ ચંદ્રયાન-3ની સફળતાના થોડા દિવસો બાદ ભારતે શનિવારે તેનું પ્રથમ સૂર્ય મિશન 'આદિત્ય એલ-1' લોન્ચ કર્યું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટે, 'આદિત્ય એલ-1'ને પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર 'લેગ્રાંગિયન-1' બિંદુ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. 'આદિત્ય એલ 1 મિશન' અંતરિક્ષનું હવામાન જાણશે. જ્યારે કોઈ પણ ઉપગ્રહ મોકલવામાં આવે છે, ત્યારે તે સૂર્યના ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થાય છે. પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોવાથી અને સૂર્યનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. આ કિસ્સામાં આ બંને વિસ્તારો મળે છે. જેને કારણે સૂર્યના અભ્યાસનું સ્પષ્ટ ચિત્ર બહાર આવતું નથી.

આ જ કારણ છે કે 'આદિત્ય L1 મિશન'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર મોકલવામાં આવી રહ્યું છે. જ્યારે આવું થાય છે, ત્યારે જ બંનેના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરી શકાય છે.ISROની સંસ્થાઓ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, UR રાવ સેટેલાઈટ સેન્ટર (, ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ  અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સે આ મિશનમાં યોગદાન આપ્યું છે.

ઘણા ભારતીય ભૌતિકશાસ્ત્રીઓ માને છે કે, આદિત્ય-L1 મિશન અને તેનું પેલોડ NASA-ESA ના SOHO કરતાં ઘણું સારું છે. એટલે કે ભારતનું આ મિશન નાસા અને યુરોપીયન એજન્સીઓના મિશનને પાછળ છોડી દેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch