Fri,20 September 2024,8:51 pm
Print
header

ગગનયાનના ક્રૂ એસ્કેપ મોડ્યુલનું સફળ પરીક્ષણ, ઈસરોના ચેરમેને જણાવી આ વાત- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ એજન્સી ISRO એ વધુ એક સફળતા મેળવી છે. ગગનયાન મિશનનું પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળતા પૂર્વક થયું છે. ટેસ્ટ ફ્લાઈટ દ્વારા આકાશમાં મોકલવામાં આવેલ ક્રૂ મોડ્યુલ બંગાળની ખાડીમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. તેને રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ગગનયાન મિશન ટીવી-ડી-1 મિશનનું પ્રથમ પરીક્ષણ ઉડાન સફળ રહ્યું છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો. આકાશમાં ગયા પછી ક્રૂ એસ્કેપ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. તેનાથી ક્રૂ મોડ્યુલ રોકેટથી અલગ થઈ ગયું. આ પછી ક્રૂ મોડ્યુલના પેરાશૂટ ખુલ્યા. ફરી તે સમુદ્રમાં ગયું અને ઉતયું. અમારી પાસે આને લગતો તમામ ડેટા છે. હવે અમે ક્રૂ મોડ્યુલને પુનઃપ્રાપ્ત કરવા માટે સમુદ્રમાં જહાજ મોકલ્યું છે. અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, બધું એકદમ બરાબર છે.

ભારતનું મહત્વાકાંક્ષી માનવ અવકાશ મિશન ગગનયાન 2025 માં પૃથ્વીથી 400 કિમી ઉપર અવકાશમાં ત્રણ દિવસ વિતાવશે ત્યારે અવકાશયાત્રીઓ કોઈપણ કારણસર ખોવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે છ પરીક્ષણોની શ્રેણી પૈકીનું આ પ્રથમ પરીક્ષણ છે. ISRO દ્વારા આ પરીક્ષણ ક્રૂ એસ્કેપ સિસ્ટમની ક્ષમતા અને કાર્યક્ષમતા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરશે. આ ઉપરાંત, તે અવકાશયાત્રીઓને જો કોઈ કટોકટીની સ્થિતિમાં મિશનને રદ કરવામાં આવે તો બચાવવા માટેની વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch