Sun,17 November 2024,5:08 am
Print
header

IT વિભાગને મળ્યાં અધધ.. 142 કરોડ રૂપિયા રોકડા, ફાર્મા કંપનીના 550 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા

કરોડો રૂપિયાની રોકડ જોઇને અધિકારીઓ પણ ચોંકી ગયા

હૈદરાબાદઃ આવકવેરા વિભાગે હૈદરાબાદ સ્થિત હેટરો ફાર્મા જૂથ પર દરોડા પાડીને 550 કરોડ રૂપિયાના બેનામી હિસાબો ઝડપી પાડ્યાં છે. અને 142 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કંપનીના અધિકારીઓ દ્વારા હાલ આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આવકવેરા વિભાગ દ્વારા 6 ઓક્ટોબરે આશરે 6 રાજ્યોમાં લગભગ 50 સ્થળો પર છાપો મારવામાં આવ્યો હતો. 

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું, દરોડા દરમિયાન અનેક બેંક લોકરો મળ્યાં છે, જેમાંથી 16 લોકર ચાલુ સ્થિતિમાં છે. અત્યાર સુધીમાં 142.87 કરોડની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. બિનહિસાબી આવક લગભગ 550 કરોડ રૂપિયા સુધીની છે. આ જૂથ ઇન્ટરમીડિયેટ્સ, એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઇ), ફોર્મ્યૂલેશન્સના ઉત્પાદન સાથે જોડાયેલું છે. મોટાભાગના ઉત્પાદનની અમેરિકા, દુબઈ, આફ્રિકન અને યુરોપીયન દેશોમાં નિકાસ થાય છે.

સીબીડીટીને ખરીદીમાં વિસંગતતા જોવા મળી હતી, તેમા બોગસ અને અસ્તિત્વ ન ધરાવતા એકમો પાસેથી ખરીદી કરાઇ હતી. ઉપરાંત કેટલાક ખર્ચા અયોગ્ય રીતે વધારીને બતાવાયા છે. જમીન માટે કરવામાં આવેલી રોકડ ચૂકવણી પણ મળી આવી છે.

દરોડા દરમિયાન હિસાબી ચોપડાઓનો બીજો સેટ જપ્ત કરવામાં આવ્યો છે.ડિજિટલ સામગ્રી, પેન ડ્રાઇવ, દસ્તાવેજો જપ્ત કરાયા છે.ગ્રુપના સેપ અને ઇઆરપી સોફ્ટવેરમાંથી ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યાં છે.

અનેક સમજૂતી પર હસ્તાક્ષર કરવા તથા કોવિડ-19ની સારવાર માટે રેમડેસિવિર અને ફેવિપિરાવિર જેવી દવાઓ વિકસિત કરવાના કામોમાં સામેલ થવાના કારણે હેટરો ગ્રુપ સમાચારોમાં રહ્યું હતું. હેટરો ગ્રુપના ભારત, ચીન, રશિયા, મેક્સિકો, ઇજિપ્ત અને ઈરાનમાં 25થી વધારે ઉત્પાદન કેન્દ્રો છે. કંપનીએ ગત સપ્તાહે કહ્યું હતું કે, તેમને હોસ્પિટલમાં દાખલ પુખ્તોની કોવિડ-19 સારવાર માટે ટોસિલિઝુમેબના બાયોસિમિલર સંસ્કરણ માટે ડીજીસીઆઈની ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી ગઇ છે.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch