Sat,16 November 2024,10:36 am
Print
header

ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં આઈસક્રીમના વેચાણમાં આવ્યો ઉછાળો- Gujarat Post

(ફાઈલ તસવીર)

 

ભારતમાં આઈસક્રીમનું બજાર રૂ.4000 કરોડનું

આઈસક્રીમના વેચાણમાં 2020ની તુલનામાં ચાલુ વર્ષે ત્રણ ગણો વધારો 

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે ઉત્તર-પશ્ચિમના સુકા પવનોની અસરના કારણો અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ગુજરાત માં છેલ્લા પાંચ વર્ષમાં ચોથી વખત માર્ચ મહિનામાં હિટવેવ નોંધાયો છે. ગરમી વધતાં બરફ-ગોલા, શેરડીનો રસ અને આઈસક્રીમના વેચાણમાં વધારો થયો છે.

અમૂલ આઈસક્રીમના વેચાણમાં 2020 ની તુલનામાં ચાલુ વર્ષે ત્રણ ગણો વધારો થયો છે.કોરોના મહામારી, લોકડાઉનને કારણે બે વર્ષમાં અમૂલ આઈસક્રીમના વેચાણમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ માર્ચના 15 દિવસમાં જ અમૂલ આઈસક્રીમના વેચાણમાં નાણાંકીય વર્ષ 2020ની તુલનામાં ત્રણ ગણો વધારો થયો હોવાનું ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું છે.

ભારતના આશરે 4000 કરોડના આઈસક્રીમ માર્કેટમાં અમૂલનો હિસ્સો 41 ટકા છે.ઘરમાં, ઘરની બહાર, હોટલ, રેસ્ટોરેન્ટ, કેટરિંગમાં આઈસક્રીમની માંગ વધારે રહે છે. કોવિડ-19 મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ઘર સિવાય કોઈપણ જગ્યાએ આઈસકીમનો ઉપાડ ન હતો. પરંતુ નાઈટ કર્ફ્યૂ હટાવવાની સાથે જ લોકો રાત્રે ખાણી પીણી માટે નીકળી રહ્યાં છે, તેમના પરિવારજનો સાથે આઈસક્રીમનો સ્વાદ માણી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch