Mon,18 November 2024,2:03 am
Print
header

વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના વાયરસનો ચેપ લાગે તો બીજો ડોઝ ક્યારે લેવો જોઈએ ?

અમદાવાદઃ કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે વેક્સિનને જરૂરી શસ્ત્ર માનવામાં આવે છે તેની જરૂરિયાત જોતા ભારતમાં પણ 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે જો કે વેક્સિનને લઈને લોકોના મનમાં હજી પણ ઘણા પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે જો વેક્સિન લેતા પહેલા કોરોનાનાં લક્ષણો જોવા મળે તો શું કરવું ? અથવા જો રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થાય તો શું કરવું ?

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના ચેપી રોગના નિષ્ણાંત ડો.અમેશ અદલજાએ કહ્યું, ‘જો કોવિડ -19 હોય અથવા લક્ષણો દેખાય તો તમારે વેક્સિન ના લેવી જોઈએ. તેનું કારણ એ છે કે તમે સેન્ટર પર વેક્સિન લેવા આવેલા અન્ય લોકોને ચેપ લગાડો નહીં.

રસીની લેતા પહેલાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.ઉપરાંત  રસીકરણ કેન્દ્રની અંદર જતા પહેલા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવે છે.કોઈ પણ પ્રકારનાં લક્ષણ જોતાં, ડોક્ટર જાતે જ તમારી અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી શકે છે. CDCની માર્ગદર્શિકા અનુસાર, COVID-19 ના દર્દીઓ સંપૂર્ણ રિકવર થાય ત્યાં સુધી અને અઈસોલેશનમાંથી બહાર ન આવે ત્યાં સુધીએ તેને વેક્સિન લેવા માટે રાહ જોવી જોઈએ. સારવાર પુરી થયા પછી જ વેક્સિન લેવી જોઈએ. ઘણા લોકોને વેક્સિનનો એક ડોઝ લીધા પછી પણ ચેપ લાગે છે. આવી સ્થિતિમાં તમારે તમારી બીજા ડોઝની તારીખ 3-4 અઠવાડિયા માટે વધારી દેવી જોઈએ.જો કે તમારે ચોક્કસપણે આ વિશે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોઝ વિશેની તેમની સલાહનું પાલન કરવું જોઈએ, રિપોર્ટ મુજબ જો કોઈ વ્યક્તિએ રસીનો પ્રથમ ડોઝ લીધા પછી કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને સ્વસ્થ થયા પછી કેટલાક અઠવાડિયા સુધી બીજો ડોઝ ન લેવો જોઈએ. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના નવા અભ્યાસમાં COVID-19 માંથી સ્વસ્થ થતા દર્દીઓને ઓછામાં ઓછી ત્રણ મહિના પછી રસી લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તેને કારણે શરીરમાં એન્ટિબોડીઝ મજબૂત રહે છે અને લાંબા સમય સુધી રહે છે.

કુદરતી ચેપમાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં, શરીર દ્વારા બનાવવામાં આવતી ઇમ્યુનિટી વેક્સિનથી સારી પ્રતિરક્ષા આપે છે. તેથી  કોરોનામાંથી સ્વસ્થ થયા પછી રસીકરણ માટે કેટલાક અઠવાડિયાની રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હંમેશાં ધ્યાનમાં રાખો કે તમે રસીકરણ દ્વારા પોતાને બચાવવાની પ્રક્રિયામાં અન્યને જોખમમાં ન મૂકો.તેથી જો તમને અંદરથી બરાબર લાગતું નથી અથવા જો તમને કોરોનાનાં કોઈ લક્ષણો છે તો વેક્સિન ત્યારે ના લેશો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch