Sun,17 November 2024,10:57 am
Print
header

રાજ્યમાં ચોમાસું ફરી ક્યારે પકડશે જોર ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગાંધીનગર: રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. જો કે વરસાદ મામલે અંશતઃ રાહતના સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ આવતો રહેશે, ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરી એક વખત શરૂઆત થશે.

તેમણે ઉમેર્યું હતું કે, તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ વરસાદ વધશે. હાલ ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, ફરીથી વેટ સ્પેલ પણ આવશે.અત્યાર સુધી રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં હજુ 41 ટકા વરસાદની ઘટ્ટ છે, છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પંચમહાલ જિલ્લામાં ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થયો પરંતુ વાવણી બાદનો જરૂરી વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટમાં સારો વરસાદ વરસી જાય છે પરંતુ જુલાઇમાં આ વર્ષે માત્ર રાજ્યમાં 35.7 જ વરસાદ પડ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch