Sun,17 November 2024,3:13 am
Print
header

ગુજરાતમાં 2020માં દરરોજ સરેરાશ 22 લોકોએ કરી આત્મહત્યા, NHRCનો રિપોર્ટ

આ રિપોર્ટ પછી ગુજરાત માટે ચિંતાજનક સ્થિતી

(પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદઃ કોરોના કાળમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 22 લોકોએ આપઘાત કર્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.જેમાં અંગત પ્રશ્નો, આર્થિક સંકડામણ મુખ્ય કારણ ગણાવાયું છે. એનએચઆરસીના રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં ગત વર્ષે આઠ હજારથી વધુ લોકોએ આપઘાત કર્યો હતો. જે છેલ્લા એક દાયકમાં સૌથી મોટો આંકડો છે, 2019ની સરખામણીમાં તેમાં 2020માં 5 ટકાનો વધારો થયો છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના ‘એક્સિડેન્ટલ ડેથ એન્ડ સુસાઈડ્સ ઈન ઈન્ડિયા’ રિપોર્ટમાં પ્રકાશિત વિગતો પ્રમાણે પ્રેમ પ્રકરણ, ગરીબી, બેરોજગારી પણ આત્મહત્યાના કારણો છે. પ્રોફેશનલ પ્રોબ્લેમને કારણે સ્યૂસાઇડના કેસમાં 52.5 ટકાનો વધારો થયો છે. પ્રેમ પ્રકરણને કારણે જીવન ટૂંકાવી દેવાનું પ્રમાણ 24.4 ટકા વધ્યું હતું.

ગુજરાતમાં ફેમિલી પ્રોબ્લેમથી 2160, માંદગીથી 1715, લવ અફેર્સમાં 616, મેરેજ ઈસ્યૂંમાં 259, બેકારીથી 229, નોકરી સંબંધિત સમસ્યાથી 207, ગરીબીથી 171, પરીક્ષામાં નાપાસ થવાથી 162 અને અગમ્ય કારણોસર 1761 લોકોએ આપઘાત કરી લીધો છે. ભોગ બેનેલા કુલ લોકોમાંથી 68.32 ટકા પુરુષો અને સ્ત્રીઓ છે. સેલ્ફ એમ્પલોયમેન્ટના કારણે સ્યૂસાઇડના કેસમાં 24.3 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં આપઘાત કરનારા કુલ લોકોમાં 4.5 ટકા લોકો 12 ધોરણથી વધુ ભણેલા હતા સ્યૂસાઇડ કરનારા લોકોના પ્રોફેશન-વોકેશન પર નજર કરવામાં આવે તો રોજિંદુ પેટીયું રળનારા 2754, ગૃહિણીઓ 1736, સ્વ-રોજગાર મેળવતાં 1015, નોકરીયાત 969, નિવૃત્ત 313, બેકાર 302 અને 126 ખેડૂતોએ આપઘાત કર્યો હતો, ત્યારે ગુજરાતને લઇને સામે આવેલા આ આંકડા ચિંતાજનક છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch