Fri,01 November 2024,7:04 pm
Print
header

અમદાવાદમાં ચાર સ્માર્ટ શાળાઓનું ઉદ્ઘઘાટન, અમિત શાહે કેજરીવાલ અને કોંગ્રેસને લીધી આડે હાથ- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમદાવાદની મુલાકાતે છે.આજે તેમણે અમદાવાદમાં એક કાર્યક્રમમાં કેજરીવાલ અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. સંબોધન દરમિયાન શાહે કહ્યું, મારા મતક્ષેત્રના બાળકોને નવી શિક્ષણનીતિ અનુરૂપ ભણતર મળશે. અમદાવાદમાં 22 અનુપમ સ્માર્ટ શાળા ઓ ખુલી છે, આજે 4 સ્માર્ટ શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. રૂપિયા 10 કરોડના ખર્ચે આ શાળાઓ તૈયાર થઈ છે તેનો ફાયદો 3200 થી વધુ બાળકોને મળશે. પ્રધાનમંત્રીએ નવી શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર મુકવા 
આહ્વવાન કર્યું છે તે આપણે ગુજરાતના તમામ નાગરિકો જાણીએ છીએ.

શાહે ઉમેર્યું, અનેક વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. પહેલા સીએમ અને હવે પીએમની દેખરેખમાં ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવી છે. બે પ્રકારના લોકો હોય છે- દિવસ રાત મહેનત કરીને પરસેવો પાડનારા લોકો હોય છે, પાંચ મહિના પહેલા નવા કપડા પહેરીને વચનની લ્હાણી કરનારા પણ છે. અમુક લોકો પાંચ વર્ષ સુધી દિવસ રાત જોયા વગર મહેનત કરે છે, જ્યારે અમુક લોકો નવા લેંઘા ઝભ્ભા પહેરીને વચનની લ્હાણીઓ કરે છે. આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેના પર કટાક્ષ કર્યો હતો.

શાહે એમ પણ કહ્યું, પહેલા રથયાત્રા બંધ કરાવવી પડતી હતી. મારી બહેનો પોતાના પતિ કર્ફ્યૂમાં પાછા કંઇ રીતે  આવશે તેની ચિંતા રહેતી હતી. કોંગ્રેસના શાસનમાં દાણચોરોના રાજ આપણે જોયા છે. કોંગ્રેસીયાઓ ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા કરી ગયા હતા જે આપણે શૂન્ય બરાબર કર્યો. ચૂંટણી પહેલા કોંગ્રેસીયાઓ ફરી નીકળી પડશે, જાતિવાદની વાત કરશે અને લાલચ આપશે. જનતા ગુજરાતને ઓળખે છે, ભાજપને પણ ઓળખે છે અને નરેન્દ્રભાઈને પણ ઓળખે છે. ભુપેન્દ્રભાઈએ જેટલું ભંડોળ મળ્યું તે સમયસર વાપર્યું છે. 

અમિત શાહે યુવાનોને અપીલ કરતાં કહ્યું,  ભૂલથી કોંગ્રેસને ના આવવા દેતા. ઘરના વડીલોને પૂછજો ભૂતકાળ શું હતો અને ભાજપ આવ્યાં બાદ કેટલું પરિવર્તન આવ્યું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch