Sat,16 November 2024,8:24 pm
Print
header

ડ્રગ્સ માફિયા માટે ગુજરાત મોકળું મેદાન, ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક રૂ. 1617 કરોડનું ડ્રગ્સ ઝડપાયું- Gujarat Post

(મુંદ્રા ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની ફાઇલ તસવીર)

અમદાવાદઃ 1600 કિલોમીટરનો દરિયો ધરાવતું ગુજરાત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ માટે મોકળું મેદાન હોય તેમ લાગે છે. ગુજરાત પોલીસે એક વર્ષમાં જ 1617 કરોડ રૂપિયાનું ડ્રગ્સ સીઝ કર્યું છે, જે રાજ્યના ઈતિહાસનો સૌથી સર્વોચ્ચ આંક છે. સત્તાવાર આંકડા પ્રમાણે આ વર્ષે 67,304 કિલોગ્રામ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક ઝડપાયું છે. જે ગત વર્ષ કરતાં 800 ગણું વધારે છે. ગત વર્ષે 195 કરોડ રૂપિયાની કિંમતનો 12,459 કિલોગ્રામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ વર્ષે સીઝ કરવામાં આવેલા ડ્રગ્સમાં ગાંજો, અફીણ, ચરસ, હેરોઇન, મેથામ્ફેટામાઇન તથા મેફેડ્રોન જેવા સિન્થેટિક ડ્રગ્સ પણ સામેલ છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડીઆરઆઈ દ્વારા કચ્છના મુંદ્રા પોર્ટ પરથી દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું 3000 કિલોનું હેરોઇન ભરેલું કન્સાઇનમેંટ ઝડપાયું હતું. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાના કહેવા પ્રમાણે વિજિલેન્સની સતર્કતાને કારણે આ સફળતા મળી છે.

સીનિયર પોલીસ અધિકારીના કહેવા મુજબ, ગુજરાતમાં બે કારણોસર તમામ પ્રકારની ડ્રગ્સની જપ્તી જોવા મળી રહી છે. સૌ પ્રથમ ગુજરાતનો દરિયાકિનારો હંમેશાથી ડ્રગ લેન્ડિંગ માટે પરંપરાગત માર્ગ રહ્યો છે. અહીથી માલસામાનને પંજાબ લઈ જવામાં આવે છે. હવે આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ડ્રગ્સના વપરાશ માટેનો ટ્રેન્ડ પણ જોઈ રહ્યાં છીએ. બીજું તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળતા ડ્રગ્સના પ્રવાહમાં વધારો થયો છે કારણ કે ડ્રગ માફિયા તાલિબાની શાસનના ડરથી તેમનો સ્ટોક વહેલામાં વહેલી તકે ખાલી કરવા માંગે છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે કેટલું ડ્રગ્સ પકડાયું

     ડ્રગ્સ

   કેસ

  આરોપી

  રકમ(રુ)

   હેરોઈન

     8

     35

  1562        કરોડ

સિન્થેટિક        ડ્રગ્સ

   102

    175

35 કરોડ

  ગાંજો

   301

     425

  16.54       કરોડ

      ચરસ

    19

      34

   1.46         કરોડ

    અફીણ

    20

      27

   83.49       લાખ

    કુલ

   450

    696

  1617        કરોડ

ગુજરાતમાં વર્ષ 2020માં કેટલું ડ્રગ્સ પકડાયું

      ડ્રગ્સ

   કેસ

  આરોપી

  રકમ

    હેરોઈન

     5

      14

  176        કરોડ

સિન્થેટિક        ડ્રગ્સ

    48

      86

   7.56       કરોડ

   ગાંજો

    220

   304

6 કરોડ

    ચરસ

    17

      23

5 કરોડ

   અફીણ

     20

      26

67 લાખ

  કુલ

   310

     453

   195        કરોડ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch