Thu,19 September 2024,5:47 am
Print
header

પાકિસ્તાનમાં સગીર હિન્દુ યુવતી પર અત્યાચાર, અપહરણ કરીને વૃદ્ધ સાથે મદરેસામાં કરાવાયા નિકાહ

કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક સગીર હિંદુ છોકરીનું અપહરણ કરીને તેના વૃદ્ધ સાથે લગ્ન કરવાનો કેસ સામે આવ્યો છે.ગુરુવારે આ વિશે માહિતી આપતા હિન્દુ સમૂદાયના સભ્યોએ જણાવ્યું કે યુવતીને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક દિવસ અગાઉ અપહરણ કરાયેલી સગીર હિન્દુ છોકરીને એક વર્ષની લાંબી અગ્નિપરીક્ષા પછી બુધવારે કોર્ટના આદેશ પર તેના પરિવારને પરત કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં દર વર્ષે ડઝનબંધ હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી નિકાહના કિસ્સાઓ સામે આવે છે.

યુવતીને બળપૂર્વક ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો

પાકિસ્તાન દરાવર ઇત્તેહાદ સંગઠનના વડા શિવા ફકીર કાચીએ જણાવ્યું કે 16 વર્ષની છોકરીનું બુધવારે તેના ગામ હંગુરુમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું, તેના લગ્ન એક વૃદ્ધ સાથે બળજબરીથી કરવામાં આવ્યાં હતા અને બળજબરીથી યુવતીને ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. યુવતીના માતા-પિતાને પણ તેને મળવા દેવાયા ન હતા. તેને સમુરા વિસ્તાર પાસેની એક મદરેસામાં લઈ જવામાં આવી હતી, તેના નિકાહ કરવામાં આવ્યાં હતા. ગુરુવારે જ્યારે માતા-પિતા તેને જોવા મદરેસામાં ગયા ત્યારે મૌલવીએ તેમને ડરાવીને ભગાડી દીધા હતા.

હિન્દુ પરિવારો માટે આ હવે રોજિંદી હેરાનગતિ

અહીં હિંદુ પરિવારો માટે હવે હેરાનગતિ વધી રહી છે. તેમની યુવાન દીકરીઓને બળજબરીથી લઈ જવામાં આવે છે, તેમનું ધર્માંતરણ કરીને મુસ્લિમઓ સાથે નિકાહ કરાવવામાં આવે છે. હૈદરાબાદની સેશન્સ કોર્ટે બુધવારે એક છોકરીને તેના પરિવાર સાથે પુનઃમિલન કરવાનો આદેશ આપ્યો હતો, જેનું ગયા વર્ષે અપહરણ કરવામાં આવ્યું હતું, પછી મુસ્લિમ વ્યક્તિ સાથે તેના નિકાહ કર્યાં પછી ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. પાકિસ્તાનમાં મોટાભાગના હિંદુ પરિવારો ગરીબ છે, તેથી તેમની દિકરીઓ નિશાન બને છે.

સરકારી તંત્ર પણ આવા કેસમાં પીડિતાને સાથ આપતું નથી

જ્યારે હિંદુ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, ત્યારે સરકારી તંત્ર પણ આવા કેસમાં પીડિતાને સાથ આપતું નથી, હિંદુ સમૂદાયનું પ્રતિનિધિત્વ કરતી તેમની સંસ્થા અપહરણ કરાયેલી કિશોરીઓ-યુવતીઓને પરત મેળવવા માટે કાયદાકીય સહારો લે છે. પરંતુ ત્યાં પણ તેઓને ઝડપથી સફળતા મળતી નથી. પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી સમૂદાયની ડઝનબંધ છોકરીઓનું અપહરણ કરીને તેમનું ધર્માંતરણ કરવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch