Fri,15 November 2024,10:03 pm
Print
header

USA: ન્યૂયોર્કનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ રંગાયું તિરંગા રંગમાં – Gujarat Post

(વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ડિજિટલ તિરંગો)

વિદેશમાં પણ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ

અનેક વિદેશી નેતાઓએ સ્વાતંત્ર્ય પર્વની પાઠવી શુભકામના

વોશિંગ્ટનઃ આપણા સ્વતંત્રતા દિવસની વિદેશમાં પણ ઉજવણી થઈ રહી છે. અમેરિકા, કનેડા, ન્યૂઝિલેન્ડ સહિત વિશ્વના અનેક દેશોમાં ભારતીયોએ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે.ન્યૂયોર્કમાં આવેલી વિશ્વની જાણીતી ઈમારત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર તિંરગાને ડિજિટલ રીતે પ્રદર્શિત કરાયો છે.

દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર દેશના અલગ-અલગ ભાગોમાં તિરંરંગો લહેરાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. દરમિયાન આઝાદીની ઉજવણીમાં ઘણું બધુ જોવા મળ્યું હતું. આ વખતે લાલ કિલ્લા પર સ્વતંત્રતાના નાયકોની મોટી તસવીરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેમાં અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધી, આઝાદ હિંદ ફોજના સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ ઉપરાંત બાળ ગંગાધર તિલક અને રામ પ્રસાદ બિસ્મિલને યાદ કરાયા છે.

આ અવસર પર ઘણા દેશોએ ભારતને અભિનંદન સંદેશા આપ્યાં છે. સ્વતંત્રતા દિવસને લઈને મહત્વપૂર્ણ ઇમારતોને ત્રિરંગાની રોશનીથી પ્રકાશિત કરવામાં આવી હતી, દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નીકળી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch