Mon,18 November 2024,11:11 am
Print
header

સિક્કીમમાં ચીનની દગાખોરીઃ ભારતીય- ચીની આર્મી વચ્ચે ફરી ઝપાઝપીમાં ચીનના 20, ભારતના 4 સૈનિકો ઘાયલ

નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ફરી તણાવ દરમિયાન સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. ત્રણ દિવસ પહેલાં સિક્કિમના કૂલામાં ચીની સેનાએ LACની હાલની સ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો, તેમના અમુક સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા હતા.

ભારતીય સેના તરફથી આ ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ચીનના સૈનિકોએ LAC ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેનાએ કહ્યું કે 20 જાન્યુઆરીએ LAC પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ હતી.ત્યાર પછી લોકલ કમાન્ડર સ્તર પર તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ભારતના 4 અને ચીનના 20 જવાનો ઘાયલ થયા છે. જોકે હાલ સ્થિતિ સ્થિર માનવામાં આવે છે. ભારતીય સેનાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભારતીય ક્ષેત્રની સાથે દરેક પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છતાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

17 દિવસ પહેલાં પણ ઘૂસણખોરી થઈ હતી

8 જાન્યુઆરીએ ચીનના એક સૈનિકની ભારતની સીમામાં ઘૂસણખોરી સમયે ધરપકડ કરવામાં આવી હતી.ઘટના પૂર્વી લદ્દાખના પેગોન્ગ ત્સો લેકના દક્ષિણ વિસ્તારની હતી.ભારતે 2 દિવસ પછી તેમના સૈનિકને પરત કર્યો હતો. ચીને સફાઈ આપી હતી કે, તેમનો સૈનિક ભૂલથી ભારતીય સીમામાં ઘુસી ગયો હતો.પહેલાં ઓક્ટોબરમાં ચીનના સૈનિકે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. ડેમ ચોક સેક્ટરમાં એક ચીની સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે તેને ચુશુલ-મોલ્ડો મીટિંગમાં ચીની ઓફિસર્સને સોંપી દેવામાં આવ્યો હતો. તે બે દિવસ ભારતીય સેનાની અટકાયતમાં રહ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch