Mon,18 November 2024,6:00 am
Print
header

દેશમાં સાડા ત્રણ મહિના બાદ કોરોનાના દૈનિક કેસની સંખ્યા 35 હજારને પાર, એક્ટિવ કેસ 2.50 લાખને પાર

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણ ખતરનાક ગતિએ વધી રહ્યું છે. દેશમાં કોરોનાને નાથવા રસીકરણની શરૂઆત થઈ ગઈ હોવા છતાં કોરોના વકરી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 35 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. જે 102 દિવસ બાદ નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 35,817 નવા કેસ નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે.આ મહામારીથી વધુ 172 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,14,74,705 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરીનો આંકડો 1,10,63,025 પર પહોંચ્યો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,52,364 છે. કુલ મૃત્યુઆંક 1,59,216 પર પહોંચ્યો છે.

દેશમાં 3 કરોડ 71 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. મહાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23179 નવા કેસ નોંધાયા હતા 84 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 23,70,507 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે. કુલ 53,080 લોકોના મોત થયા છે. હાલમાં 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં એક દિવસમાં કોવિડ -19 ના નવા કેસ નોંધાયા છે, જેમાંથી  71.10 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના છે. મંત્રાલયે કહ્યું હતું કે નવા કેસોમાંથી ફક્ત મહારાષ્ટ્રમાંથી જ 61.8 ટકા કેસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch