Mon,18 November 2024,4:05 am
Print
header

એપ્રિલમાં આખા દેશને હચમચાવી શકે છે કોરોના ! વૈજ્ઞાનિકોની ચેતવણીથી ચિંતા વધી

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં રોજના હજારો કેસ આવી રહ્યાં છે અહી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે તેમ છંતા કેસ ઓછા થઇ રહ્યાં નથી હવે એપ્રિલ મહિનામાં થોડા દિવસો પછી કોરોનાનો ખતરો વધી શકે છે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના ભયાનક રૂપ ધારણ કરી શકે છે જેમાં સંક્રમણ અને મોતનો આંકડો ઝડપથી વધશે.

11 રાજ્યોના મુખ્ય સચિવો અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાની ઝડપ વધારે છે. ગત વર્ષે જૂન મહિનામાં કોરોનાની ઝડપ 5.5 ટકા હતી, જે આ વર્ષે માર્ચમાં 6.8 ટકા છે જેથી ખતરો વધી રહ્યો છે. લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. માસ્કના અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચોક્કસથી પાલન કરવું જોઇએ.

નોંધનિય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંદીગઢ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયાણામાં કોરોનાથી સ્થિતિ ચિંતાજનક છે એપ્રિલના 3 જ દિવસમાં કોરોનાના કેસ 1 લાખની નજીક પહોંચી ગયા છે. જેમાં મહારાષ્ટ્રમાં જ નવા 47 હજાર કેસ આવ્યાં છે અને 450 થી વધુ લોકોનાં મોત થઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch