Sat,16 November 2024,6:02 pm
Print
header

ભારતમાં ઓમિક્રોનના કેસે પકડી સ્પીડ, આંકડો 1250ને પાર- Gujarat Post

(file photo)

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધતાં કેસથી ચિંતાનો માહોલ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી 91 હજારને પાર થઈ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયામાં ફરી એક વખત કોરોના મહામારીએ (corona pandemic) વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાયરસના (coronavirus) નવા વેરિયન્ટ ઓમિક્રોનના (omicron variant) કારણે દુનિયાભરના દેશોમાં ચિંતાનો માહોલ છે. ભારતમાં કોરોનાના કેસ (india corona cases) છેલ્લા થોડા દિવસોથી વધ્યા છે. દેશમાં ઓમિક્રોનના (omicron cases india) વધી રહેલા કેસોને કારણે પણ ચિંતાનો માહોલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે (health ministry) જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16764 નવા કેસ અને 220 લોકોનાં મોત થયા છે. જ્યારે 7585 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં ફરીથી એક્ટિવ કેસ (active case) વધવા લાગ્યા છે, હાલ એક્ટિવ કેસની સંખ્યા 91,361 પર પહોંચી છે. રિકવરી રેટ (recovery rate)  98.36 ટકા છે. હાલ ઓમિક્રોનના કેસ 1270 છે, જે એક દિવસ પહેલા 961 હતા.

દેશના 23 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. 1270 ઓમિક્રોન દર્દીમાંથી 374 સાજા થઈ ગયા છે.દિલ્હીમાં 320, મહારાષ્ટ્રમાં 450, કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગણામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશમાં 16, હરિયાણા અને ઓડિશામાં 14, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 4, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, અંદામાન-નિકોબાર તથા ઉત્તર પ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર તથા પંજાબમાં 1-1 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch