Sat,16 November 2024,1:11 am
Print
header

ફરીથી કોરોનાનો ડર, ચોથી લહેરના વાગ્યા ભણકારા– Gujarat Post

(file photo)

દેશમાં કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે વધારો

કોરોના સામે મોદી સરકારે 75 દિવસ માટે શરૂ કર્યુ છે ફ્રી બુસ્ટર ડોઝ અભિયાન

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં હોય તેમ લાગે છે. ગુરુવારે કોરોનાના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,566 નવા કેસ સામે આવ્યાં છે. એક્ટિવ કેસ વધીને દોઢ લાખની નજીક પહોંચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ હવે 1,48,881 પર પહોંચી ગયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.25 ટકા નોંધાયો છે. બુધવારે કોરોનાના નવા 20,557 કેસ નોંધાયા હતા. આજે વધુ 1009 કેસ નોંધાયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 18,294 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં 107 કેસનો વધારો થતા નવા 894 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ 303 કેસ નોંધાયા હતા. રાજયમાં કોરોનાના કુલ 5098 એકિટવ કેસ છે.આ પૈકી 8 દર્દી વેન્ટિલેટર પર છે.વડોદરા શહેરમાં કોરોનાના 65 અને ગ્રામ્યમાં 16 એમ કુલ મળીને નવા 81 કેસ તથા સુરત શહેરમાં 54 અને ગ્રામ્યમાં 24 એમ કુલ મળીને કોરોનાના નવા 78 કેસ નોંધાયા છે. કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. 691 દર્દી કોરોનામુકત થયા છે. કોરોના સામેની લડાઈ માટે મોદી સરકારે 75 દિવસ માટે ફ્રી બુસ્ટર ડોઝ અભિયાન શરૂ કર્યુ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch