Thu,19 September 2024,6:32 am
Print
header

ભારતને અમેરિકા પાસેથી મળશે શક્તિશાળી હથિયાર, પાકિસ્તાન- ચીન એન્ટી સબમરીન સોનોબોયની શક્તિથી થરથરી જશે

નવી દિલ્હીઃ ભારતની દરિયાઈ સુરક્ષામાં વધુ વધારો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબોય અને સંબંધિત હથિયારોના વિદેશી સૈન્ય વેચાણ માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારની અંદાજિત કિંમત $52.8 મિલિયનનો હશે.

સોનોબોયએ પોર્ટેબલ સોનાર સિસ્ટમ છે. સોનાર સિસ્ટમ દ્વારા ધ્વનિ તરંગો પાણીમાં છોડવામાં આવે છે. સબમરીન, જહાજ કે અન્ય કોઈ વસ્તુ તેની સાથે અથડાય તો તેનો પડઘો આવે છે.

ત્રણ મુખ્ય પ્રકારના સોનોબોય સક્રિય, નિષ્ક્રિય અને વિશેષ હેતુવાળા હોય છે. તેના દ્વારા ભારતીય નૌકાદળ સમુદ્રમાં પાકિસ્તાન અને ચીનની નાપાક ગતિવિધિઓનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ બનશે.

ભારતમાં MS-60R હેલિકોપ્ટરની પ્રથમ સ્ક્વોડ્રન તૈયાર

એકોસ્ટિક સેન્સર (એન્ટી સબમરીન વોરફેર સોનોબોય) સાથે સોનોબોયથી સજ્જ થયા પછી ભારતીય નૌકાદળ દરિયામાં દુશ્મન સબમરીનના ખૂબ જ ઓછા અવાજો પણ સાંભળી શકશે.

યુદ્ધ દરમિયાન દુશ્મનની સબમરીન સામે હુમલો કરાવાનું પણ સરળ બનશે. ભારતે MS-60R હેલિકોપ્ટરની તેની પ્રથમ સ્ક્વોડ્રન ઉભી કરી છે. તેમાં છ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે જે અમેરિકાથી સપ્લાય કરવામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch