Mon,18 November 2024,5:52 am
Print
header

કોવિશીલ્ડ રસીને લઈ સરકારની નવી ગાઇડલાઇન જાહેર, જાણો હવે બીજા ડોઝ ક્યારે અપાશે ?

નવી દિલ્હી: દેશમાં કોરોના માટે કોવિશીલ્ડ વેક્સિન અને કોવેકિસન અપાઇ રહી છે. જો કે કોવિશીલ્ડ વેક્સિન અંગે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 6થી 8 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. હાલમાં બંને ડોઝ વચ્ચેનું 28 દિવસનું અંતર હતું. કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય કોવેક્સિન પર લાગુ નહીં પડે.

કેન્દ્ર સરકારના જણાવ્યાં અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને વેક્સિનેશન નિષ્ણાત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો પડશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો એ વધુ અસરકારક સાબિત થશે.

દેશમાં કોરોના સંક્રમણની ગતિ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા હતા. 21,206 સાજા થયા, જ્યારે 213 લોકો મૃત્યું પામ્યા હતા. આ રીતે એક જ દિવસમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી હોય એવા દર્દીઓની સંખ્યામાં 28,653નો વધારો થયો છે. માત્ર મહારાષ્ટ્રમાં 30,535 કેસ નોંધાયા છે આ પહેલાં 11 સપ્ટેમ્બરના રોજ 24,886 કેસ નોંધાયા હતા, એ પછીના સૌથી વધુ હતા.

દેશમાં અત્યાર સુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch