Thu,14 November 2024,12:08 pm
Print
header

ફ્રાન્સ સાથે વધુ એક મોટી ડીલ...ફ્રાન્સ ભારતને આપશે વધુ રાફેલ જેટ અને સબમરીન- Gujarat Post

નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ મંત્રાલયે નૌકાદળ માટે રાફેલ ફાઇટર જેટ અને ત્રણ સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવા માટે મંજૂરી આપી હતી અને હવે ફ્રાન્સે પણ ભારતને આ હથિયાર આપવાની મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાત વખતે આ ડીલ કરાઇ છે. ભારત અત્યાર સુધી મોટા પાયા પર રશિયા પાસેથી ફાઈટર જેટની ડીલ કરતુ રહ્યું છે.પરંતુ ભારતની સ્વદેશી ઉત્પાદન યોજનાઓને જાળવી રાખવામાં રશિયાની અસમર્થતા અને વિલંબને કારણે બે નવા સંરક્ષણ સોદાની જરૂર પડી છે.

ભારત સરકારે ભારતીય નૌકાદળને નવીનતમ જનરેશનના ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવલ રાફેલની પસંદગીની જાહેરાત કરી હતી. ભારતીય નૌકાદળમાં નવા 26 રાફેલ સેવામાં રહેલા 36 રાફેલ સાથે જોડાશે. ડસોલ્ટ એવિએશને આ માહિતી આપી હતી. ડસોલ્ટ એવિએશને માહિતી આપી છે કે ભારતમાં આયોજિત સફળ પરીક્ષણ અભિયાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન નેવલ રાફેલે દર્શાવ્યું હતું કે તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ જરૂરિયાતો સંપૂર્ણ રીતે પૂરી થાય છે અને તેના એરક્રાફ્ટ કેરિયર્સની વિશિષ્ટતાઓ માટે સારી રીતે અનુકૂળ છે.

  • ભારતીય સેનાની શક્તિમાં થશે વધારો
  • ભારતીય સેનાને ફ્રાન્સ પાસેથી મળશે વધુ રાફેલ
  • 3 સબમરિન માટે પણ થઇ છે ડીલ

  • મોદીના ફ્રાન્સ પ્રવાસ વખતે જાહેરાત કરાર
  • ફ્રાન્સ અને ભારત વચ્ચે વધી મજબૂત સંબંધો
  • રાફેલ સૌથી શક્તિશાળી ફાઇટર જેટ

    આ પહેલા 13 જુલાઈના રોજ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલએ આ ડિફેન્સ ડીલને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ભારતીય નૌકાદળ માટે વધારાની ત્રણ સ્કોર્પિન-ક્લાસ સબમરીન સાથે 22 રાફેલ એમ અને 4 ટુ-સીટર ટ્રેનર વર્ઝન સહિત 26 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ DACના અધ્યક્ષ છે. DACએ સંરક્ષણ મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે જે સંરક્ષણ પ્રાપ્તિ અંગે નિર્ણયો લે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch