Fri,20 September 2024,8:58 pm
Print
header

પેલેસ્ટાઈન વિરોધી ટ્વિટ કરવા બદલ બહેરીનમાં ભારતીય તબીબને નોકરીમાંથી હાંકી કઢાયા- Gujarat Post

બહેરીનઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધની અસર મધ્ય પૂર્વના ઘણા દેશો સુધી પહોંચી ગઈ છે. સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાત હમાસ-ઈઝરાયેલ યુદ્ધને લઈને શાંતિની પહેલ કરી રહ્યાં હોય તેવું લાગે છે. આ બધાની વચ્ચે બહેરીનની એક હોસ્પિટલમાં પેલેસ્ટાઈન વિરોધી ટ્વિટ પોસ્ટ કરવા બદલ એક ભારતીય ડોક્ટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે. 50 વર્ષીય ડોક્ટરના ટ્વિટ બાદ હોસ્પિટલે કાર્યવાહી કરી અને તેમને નોકરીમાંથી કાઢી મૂક્યાં છે. બહેરીનની રોયલ બહેરીન હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપી ડોક્ટરનું નામ ડોક્ટર સુનીલ રાવ છે. હોસ્પિટલે કહ્યું કે સુનીલ રાવનું ટ્વીટ વિવાદીત હતુ.

હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારા ધ્યાને આવ્યું છે કે 'ઇન્ટરનલ મેડિસિન'ના નિષ્ણાત ડૉ. સુનીલ રાવે સોશિયલ મીડિયા પર આવી ટ્વિટ કરી હતી, જે આપણા સમાજ માટે વાંધાજનક હતી." હોસ્પિટલના નિવેદન અનુસાર, અમે પુષ્ટિ કરીએ છીએ કે ડૉ. સુનીલ રાવની ટ્વિટ અને વિચારધારા વ્યક્તિગત છે. જો કે, ડૉ. સુનીલ રાવના ટ્વિટને બાદમાં ડિલીટ કરવામાં આવ્યું હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડૉ. સુનીલ રાવનું ટ્વિટ હોસ્પિટલના મૂલ્યોથી વિપરીત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch