Fri,15 November 2024,7:58 am
Print
header

ઈન્દોરમાં 11 ગુજરાતીઓ સહિત 36 લોકોનાં ભોગ લેનારા મંદિરના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝ

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રામનવમીના દિવસે વાવ ધસી પડવાની દુર્ઘટનામાં 11 ગુજરાતી સહિત કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યાં બાદ બોધપાઠ લેતા ઈન્દોર નગર નિગમ અને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ બાલેશ્વર મંદિરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. આ કાર્યવાહી કરતી વખતે પોલીસ સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ હતી. 

નગરનિગમ અહીં 5 પોકલેન મશીન લઈને પહોંચી છે. તંત્રએ એવા સ્થળોને ચિહ્નિત કર્યાં છે જ્યાં વાવ કે કૂવા છે અને જેના પર લોકોએ દબાણ કરી રાખ્યું છે. તંત્ર દ્વારા આ દબાણને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સવારે જ્યારે લોકો રામનવમીના દિવસના દુર્ઘટના વાળા સ્થળે આવેલા મંદિરે પહોંચ્યાં તો તેમને બહાર જ અટકાવી દેવાયા હતા. ઝઘડો કરનારા લોકો પર લાઠીઓ વરસાવાઈ હતી. મીડિયાને પણ પ્રવેશ ન હતો અપાયો. 

માહિતી અનુસાર રવિવારે રાતે 12 વાગ્યે નોટિસ ચોંટાડાઈ હતી. જેસીબી, ડમ્પર રાતે જ આવી ગયા હતા, સવારે 6 વાગ્યે કાર્યવાહી શરૂ કરાઈ હતી. દરેક ઘરની સામે પોલીસ હાજર રહી હતી. પહેલા નિર્માણાધીન મંદિરની દિવાલો તોડી પડાઈ હતી,પછી વાવ પર આવેલા મંદિરમાંથી મૂર્તિઓ ખસેડાઈ હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch