Sat,16 November 2024,4:12 pm
Print
header

ગુજરાતના દરિયામાં કરંટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujarat post

ગુજરાતના દરિયાકાંઠે 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના

દ્વારકાઃ ગુજરાત(Gujarat)ના દરિયા કિનારે (Sea) કરંટ જોવા મળી રહ્યો છે, દરિયા કિનારે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ(INCOIS) દ્વારા આગાહી કરવામાં આવી છે કે 23-01-2022 ના 23:30 કલાક દરમિયાન જખૌથી ગુજરાતના દરિયા કાંઠાના દીવ સુધીના દરિયાકાંઠે 3-5 મીટરની રેન્જમાં ઊંચા મોજાં (Waves) ઉછળવાની સંભાવના છે.  

ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ સુધી માછીમારોને (fishermen) ચેતવણી આપવામાં આવી છે. 22મી જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેથી માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.

દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે દ્વારકાના ભાડકેશ્વર મંદિર પાસે દરિયામાં 5 ફૂટ સુધીના ઉંચા મોજા જોવા મળ્યાં. 23 થી 26 જાન્યુઆરી સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દ્રારકા,વેરાવળ, દીવ,જાફરાબાદ, ભાવનગર, દહેજ અને દમણમાં પણ ચેતવણી આપવામાં આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch