Fri,20 September 2024,6:04 pm
Print
header

ભારતનો વધુ એક દુશ્મન ખતમ... ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત- Gujarat Post

કરાંચીઃ ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે હાર્ટએટેકનેે કારણે પાકિસ્તાનમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.

લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ભત્રીજો હતો. તેને ભારતના આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. લખબીર સિંહ રોડેના ભાઈ અને અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે લખબીરના મૃત્યુની પુષ્ટિ કરી છે. જસબીર સિંહે કહ્યું કે મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે તેનું પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવશે. તે ડાયાબિટીસથી પીડિત હતો. લખબીર સિંહ રોડેને બે પુત્ર, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.

લખબીર સિંહ રોડે ભારતના પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો, તે ભારતથી દુબઈ ભાગી ગયો હતો. બાદમાં તે દુબઈથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો, પરંતુ તેના પરિવારને કેનેડામાં રાખ્યો હતો. વર્ષ 2002માં ભારતે 20 આતંકવાદીઓને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને એક યાદી પણ સોંપી હતી, જેમાં લખબીર સિંહ રોડેનું નામ પણ હતું. ભારત સરકારના ડોઝિયર મુજબ, લખબીર સિંહ રોડેના ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશને બ્રિટન, જર્મની, કેનેડા અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ તેની શાખાઓ શરૂ કરી હતી. રોડે પર ગેરકાયદેસર રીતે ભારતમાં હથિયારો અને વિસ્ફોટકો મોકલવાનો પણ આરોપ હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch