Thu,21 November 2024,6:17 pm
Print
header

ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પને મારવાની કોશિશ કરી રહ્યું છે ! અમેરિકન અધિકારીઓનો મોટો ખુલાસો

વોંશિગ્ટનઃ અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે થોડા અઠવાડિયા પહેલા અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના ષડયંત્રની જાણ થઈ હતી. આ ગુપ્ત માહિતી એક વ્યક્તિએ આપી હતી. આ કારણોસર ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હાલમાં જ એક ચૂંટણી રેલી દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી વાગી હતી, જેમાં તેઓ બચી ગયા હતા.

ષડયંત્ર અંગે માહિતી આપવામાં આવી હતી

અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે શનિવારે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય વ્યક્તિ અને ઈરાનના કાવતરા વચ્ચે કોઈ સંબંધની જાણ થઇ નથી. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીએ પુષ્ટિ કરી છે કે અમેરિકી ગુપ્તચર અને ટ્રમ્પ અભિયાનને ઈરાની કાવતરા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કારણોસર ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી રહી છે

યુએસ વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને માહિતી આપી છે કે યુએસ સુરક્ષા અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા ભૂતપૂર્વ અધિકારીઓ સામે ઈરાની ધમકીઓ પર નજર રાખી રહ્યાં હતા. તે કોઈ ચોક્કસ ધમકી પર ટિપ્પણી કરી શકે નહીં પરંતુ ગુપ્તચર સમુદાય ધમકીઓને ગંભીરતાથી લે છે.

ઈરાને શું કહ્યું ?

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાના આરોપો પર ઈરાનનો જવાબ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની મિશને અમેરિકી અહેવાલને ખોટો  ગણાવીને નકારી કાઢ્યો છે. જો કે, ઈરાને એમ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ એક ગુનેગાર છે જેની સામે કાયદાકીય અદાલતમાં કાર્યવાહી થવી જોઈએ અને સજા થવી જોઈએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch