Fri,20 September 2024,8:58 pm
Print
header

ઇઝરાયેલે વેસ્ટ બેંકમાં મસ્જિદ પર કર્યો જોરદાર બોંબમારો, ભારતે પેલેસ્ટાઈનને મોકલી માનવીય મદદ- Gujarat Post

તેલ અવીવઃ ઇઝરાયેલની સેનાએ વેસ્ટ બેંકના જેનિન વિસ્તારમાં અલ-અંસાર મસ્જિદ સંકુલમાં અને ઈસ્લામિક જેહાદના કમાન્ડ સેન્ટર પર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે ગુપ્તચર માહિતીથી જાણવા મળ્યું છે કે મસ્જિદ સંકુલનો ઉપયોગ ઇઝરાયેલી નાગરિકો સામે આતંકવાદી હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. એક સ્થાનિક ડોક્ટરને ટાંકીને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે. અગાઉ, વેસ્ટ બેંકના નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલી સુરક્ષા દળોના ઓપરેશનમાં પાંચ બાળકો સહિત 13 પેલેસ્ટિનિયન માર્યાં ગયા હતા.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત ભયાનક બની રહ્યું છે. ગાઝા પટ્ટીમાં મોટી સંખ્યામાં લોકો નિઃસહાય બની ગયા છે. આ દરમિયાન ભારત તરફથી પણ હવે માનવીય સહાય મોકલી છે. માહિતી અનુસાર ભારતીય વાયુસેનાનું C-17 વિમાન લગભગ 39 ટન જેટલી સામગ્રી સાથે રવાના થઈ ગયું છે. માનવીય સહાય તરીકે ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 ટન જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરિયલ એટલે કે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ મોકલી છે. આ વિમાન ઈજિપ્તના અલ એરિસ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ સહાયમાં મેડિસિન, સર્જિકલ આઈટમ્સ, ટેન્ટ, સ્લિપિંગ બેગ, ટારપોલિન, સેનિટરી યુટિલીટી, વોટર પ્યુરીફિકેશન ટેબલેટ અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી છે.

હમાસ દ્વારા બે અમેરિકન બંધકોની મુક્તિ વચ્ચે, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર ગાઝાને નાબૂદ ન કરી નાખવામાં આવે ત્યાં સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે અને આખી રાત ગાઝામાં અનેક લક્ષ્યો પર બોમ્બમારો ચાલુ રાખવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch