ગાઝાઃ ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 40 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અંદાજે 65 લોકો ઘાયલ થયા છે. ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સી દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. ઇઝરાયેલે પેલેસ્ટિનિયન પ્રદેશના દક્ષિણમાં માનવતાવાદી ઝોન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તેમને આ વિસ્તારમાં હમાસના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું છે.
ઈઝરાયેલની સેનાએ આ હુમલો ગાઝાના ખાન યુનિસ શહેરના અલ-મવાસી વિસ્તારમાં કર્યો હતો. આ એવો વિસ્તાર છે જેને ઇઝરાયલી સેનાએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સેફ ઝોન જાહેર કર્યો હતો. હજારો પેલેસ્ટિનિયનોએ અહીં આશ્રય લીધો છે.
ચાર મિસાઇલોથી હુમલો
સ્થાનિકો અને ડોકટરોએ જણાવ્યું કે ખાન યુનિસ નજીક અલ-મવાસીમાં એક તંબુ કેમ્પને ચાર મિસાઇલો દ્વારા એટેક કરવામાં આવ્યો હતો. આ શિબિર બેઘર પેલેસ્ટાઈનીઓથી ભરેલી છે. ગાઝા સિવિલ ઇમરજન્સી સર્વિસ અનુસાર 20 ટેન્ટમાં આગ લાગી હતી. ઇઝરાયેલની મિસાઇલોએ 30 ફૂટ સુધીના ખાડા છોડી દીધા છે. 65 ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલે કહ્યું- આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યાં હતા
ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેમને ખાન યુનિસમાં માનવતાવાદી ઝોનમાં સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કાર્યરત હમાસના આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. હમાસે ઈઝરાયેલના આરોપોને નકારી કાઢ્યાં હતા.
હમાસે કહ્યું- આ સ્પષ્ટ જૂઠ છે
હમાસે એક નિવેદનમાં કહ્યું, આ એક સ્પષ્ટ જૂઠ છે. તેનો હેતુ આ ધિક્કારપાત્ર ગુનાઓને ન્યાયી ઠેરવવાનો છે. અમે ઘણી વખત ઇનકાર કર્યો છે કે તેના કોઈપણ સભ્ય નાગરિક બેઠકોમાં હાજર નથી. તેમજ તેનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે કરવામાં આવી રહ્યો નથી.
યુદ્ધમાં 40 હજારથી વધુ લોકોનાં મોત
7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. જેમાં 1200 ઈઝરાયલી માર્યાં ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં હજારો પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Breaking News: વાવમાં કમળ ખિલ્યું, ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત | 2024-11-23 13:57:56
ફરી હેમંત સોરેન સરકાર, ઝારખંડમાં INDIA ગઠબંધનનો ચાલ્યો જાદુ - Gujarat Post | 2024-11-23 11:53:40
મહારાષ્ટ્રમાં મહાયુતિ જોરદાર જીત તરફ, શિવસેનાના સંજય રાઉતે કહ્યું- કઈંક તો ગડબડ છે- Gujarat Post | 2024-11-23 11:21:34
વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નક્કી ! જાણો કેટલા મતની છે લીડ- Gujarat Post | 2024-11-23 11:10:06
વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, કોંગ્રસ આગળ | 2024-11-23 09:54:07
અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટમાં છે મામલો | 2024-11-22 15:04:16
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ? | 2024-11-22 11:30:39
ભારતની લાલ આંખ બાદ કેનેડા પડ્યું ઢીલું, પીએમ મોદીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-22 10:48:11
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
યુક્રેન પર રશિયાનો જોરદાર હુમલો, પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી | 2024-11-21 19:37:55