Mon,18 November 2024,12:01 am
Print
header

ઈઝરાયલ સામે ખુલીને સામે આવ્યાં મુસ્લિમ દેશો, ઈમરાન ખાને કહી આ વાત

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને રમઝાન મહિનામાં ફિલિસ્તાન પર હુમલાની નિંદા કરી 

ઈઝરાયલ અને ફિલીસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે જંગમાં બદલાઈ રહ્યો છે. ગાઝાએ ઇઝરાયલના અનેક શહેરોમાં રોકેટ હુમલા કર્યા છે. હમાસે ઇઝરાયલ પર ગાઝા તરફથી એક હજાર કરતાં વધારે રોકેટ છોડ્યા છે. યુદ્ધમાં ઇઝરાયલ પણ લડાકુ વિમાનો દ્વારા હમાસના ઠેકાણ પર હુમલો કરી રહ્યું છે.

ફિલીસ્તાનના સમર્થનમાં તમામ ઈસ્લામિક દેશો એક જૂથ થઈ ગયા છે. 57 સભ્યોના ઈસ્લામીક દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન ફિલીસ્તાનીઓ સામે ઇઝરાયલની કાર્યવાહીની નિંદા કરીને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાને પોતાના પ્રસ્તાવમાં ઈઝરાયલી કાર્યવાહીને લઈને સંયુક્ત રીતે નિવેદન બહાર પાડવાની માંગ કરી હતી. ઓઆઈસીમાં પાકિસ્તાનના પ્રસ્તાવને સમર્થન કર્યું છે.

ઈસ્લામિક સહયોગ સંગઠન રાજદૂતોઓ સંયુક્રત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવવા માટે સભ્ય દેશોને એકજૂથ કર્યા છે. પાકિસ્તાન સમૂહનો મુખ્ય સભ્ય દેશ છે આ સંગઠનના સભ્ય દેશોએ ઈઝરાયલની આક્રમકતા પર નારાજગી વ્યક્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં જરૂર બેઠક કરીને પૂર્વ યેરુશલમમાં ફિલીસ્તાનીઓ સામે ઇઝરાયલી બળો દ્વારા ક્રૂરતાપૂર્વક કરાયેલા બળપ્રયોગની નિંદા કરી હતી.

ઈસ્લામિક દેશોના રાજદૂતોએ વિશ્વ સમયુદાયને શેખ જરાઈના નિવાસીઓને બેદખલ કરીને ઈઝરાયલના પ્રયાસોને તાત્કાલિક રોકવાનો આગ્રહ કર્યો હતો. પાકિસ્તાનના રાજદૂત મુનીર અક્રમે અલ અક્સા મસ્જિદ પરિસરમાં ઐતિહાસિક અને કાનૂની સ્થિતિને લઈ ઈઝરાયલી ઉલ્લંઘન પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા તાત્કાલિક પગલાં ભરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું 1967ની સીમા અંતર્ગત ફિલીસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર બને અને તેની રાજધાની પૂર્વ યેરુશલમ હોય. 1967માં ઈઝરાયેલે પૂર્વ યેરુશલમને પોતાના નિયંત્રણમાં લીધું હતું.

સાઉદી અરબ, તુર્કી, ઈરાન, પાકિસ્તાન, કુવૈત અને ખાડીના અનેક દેશોએ ઈઝરાયલના હુમલાની નિંદા કરી છે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે યરુશલમથી ફિલીસ્તાની પરિવારોને નિકાળવાની ઇઝરાયલની યોજના ફગાવી દીધી છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને રમઝાન મહિનામાં ફિલિસ્તાની પર હુમલાની નિંદા કરી છે. તેણે આ અંગે ટ્વીટ કર્યુ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch