Fri,20 September 2024,3:35 am
Print
header

ઇઝરાયેલે હમાસના હુમલાનો જવાબ આપ્યો, રફાહમાં બોમ્બ ધડાકાને કારણે અંધાધૂંધી, 35 પેલેસ્ટિનિયન માર્યા ગયા

તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલની સેના સતત હવાઈ અને જમીની હુમલા કરી રહ્યું છે. હમાસે રવિવારે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પર રોકેટ હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે સોમવારે વહેલી સવારે ગાઝા પટ્ટીના સૌથી દક્ષિણી શહેર રફાહમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો, જેમાં 35 પેલેસ્ટિનિયન માર્યાં ગયા હતા. અન્ય ઘણા લોકો સળગતા કાટમાળ નીચે ફસાયા હતા મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલી સેનાએ 8 રોકેટ છોડ્યાં

રફાહમાં હજારો પેલેસ્ટિનિયન શરણાર્થીઓ યુએન રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીના વેરહાઉસની નજીક તંબુઓમાં રહે છે, જ્યાં ઇઝરાયેલી દળોએ રવિવારે લગભગ 8 રોકેટ છોડ્યાં હતા. બેઘર પરિવારોની ગીચ વસ્તીવાળા વિસ્તાર પર તે ઇઝરાયલે હવાઈ હુમલો હતો, જેમાં પ્લાસ્ટિક અને ટીનથી બનેલા તંબુ તેમજ નાગરિક વાહનોનો નાશ થયો હતો.

સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સના કર્મચારીઓએ મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યાં હતા. હુમલા પહેલા ઈઝરાયેલી સેના દ્વારા આ વિસ્તારને સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં હમાસે બોમ્બ બ્લાસ્ટની કડક નિંદા કરી હતી, તેને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) ના ચુકાદાની સંપૂર્ણ અવગણના ગણાવી હતી. ICJએ ઇઝરાયેલને રફાહમાં હુમલો રોકવાની માંગ કરી હતી.

રફાહમાં હમાસ કમ્પાઉન્ડ પર હુમલો થયો

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું કે IDF એરક્રાફ્ટે રફાહમાં હમાસના કમ્પાઉન્ડ પર હુમલો કર્યો હતો, જ્યાં હમાસના આતંકવાદીઓ હતા. આ હુમલો સચોટ ગુપ્ત માહિતી અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કરવામાં આવ્યો હતો. અગાઉ 7 મેના રોજ ઇઝરાયેલની સેનાએ જાહેરાત કરી હતી કે તેણે ઇજિપ્તની સરહદ પર ગાઝા પટ્ટીના દક્ષિણમાં રફાહના પૂર્વ વિસ્તારમાં સ્થિત ક્રોસિંગના પેલેસ્ટિનિયન ભાગનો કબજો મેળવી લીધો છે, જે ગાઝામાં પ્રવેશતી સહાયને અવરોધે છે. ઇઝરાયેલ રફાહને હમાસનો છેલ્લો ગઢ માને છે, જેણે 2007 થી ગાઝા પટ્ટી પર નિયંત્રણ કર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch