Sat,16 November 2024,1:31 pm
Print
header

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, રશિયા માટે માંગી મદદ - Gujarat Post

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. હેકર્સે ટ્વિટ કરીને રશિયા માટે મદદ માંગી છે. હેકર્સે રવિવારે સવારે તેમનું એકાઉન્ટ હેક કરીને એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, 'માફ કરશો એકાઉન્ટ હેક થઈ ગયું છે. રશિયાને દાન આપો, કારણ કે તેમને મદદની જરૂર છે. હેકર્સે પાછળથી પ્રોફાઇલનું નામ પણ બદલીને ICG OWNS INDIA કરી દીધું. જો કે હવે આ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવી છે.

એકાઉન્ટ હેક થયાની માહિતી મળતા જ એક ટીમ એકાઉન્ટ રિકવર કરવામાં લાગી હતી. એક કલાકની અંદર નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું અને હેકર દ્વારા કરવામાં આવેલી તમામ વિવાદિત ટ્વિટ હટાવી દેવાઈ. એકાઉન્ટ કેવી રીતે હેક થયું તેની તપાસ ચાલી રહી છે.

આ પહેલા પ્રધાનમંત્રી મોદીનું પણ એકાઉન્ટ હેક થયું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch