Thu,19 September 2024,9:29 pm
Print
header

જમ્મુ-કાશ્મીરના લોકો 10 વર્ષ પછી કરી રહ્યાં છે મતદાન, PM મોદીએ કરી ખાસ અપીલ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે 24 બેઠકો પર મતદાન થશે. મતદાનની શરૂઆત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થતાં જ તેમને સોશિયલ મીડિયા પરથી ખાસ અપીલ કરી હતી. હું તમને વિનંતી કરું છું કે આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે તમામ મતવિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના તહેવારને મજબૂત કરો. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.

219 ઉમેદવારોનું ભાવિ દાવ પર

ભાજપ, પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ઉપરાંત નાની પાર્ટીઓએ પણ જમ્મુ-કાશ્મીરમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. સૌથી વધુ ઉમેદવારો પુલવામા જિલ્લાની પમ્પોર સીટ પર છે, જ્યાં ઉમેદવારોની સંખ્યા 14 છે. પ્રથમ તબક્કા માટે કુલ 279 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં 60 લોકોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા અને હવે 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે. તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ- અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલનો સમાવેશ થાય છે.

આ તબક્કામાં બિજબેહરા સીટ પર પણ ચૂંટણી છે

પ્રથમ તબક્કાના 219 ઉમેદવારોમાં 9 મહિલા અને 92 અપક્ષ ઉમેદવારો છે. બિજબેહરા સીટ, જે મુફ્તી પરિવારનો ગઢ હતો, તે પણ આ તબક્કામાં છે. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા પહેલીવાર અહીંથી ચૂંટણી લડી રહી છે. મહેબૂબા અને તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch