Sat,16 November 2024,2:06 am
Print
header

જામનગરમાં રૂ.50 હજારની લાંચનો પર્દાફાશ, ACB એ આવી રીતે કર્યું ઓપરેશન - Gujarat Post

(file photo)

  • જામનગર સીટી એ-ડિવિઝન એડહોક પીએસઆઇ જે.કે.રાઠોડ લાંચ લેતા ઝડપાયા
  • દારૂ પીધેલાનો કેસ નહીં કરવા માંગી હતી લાંચ
  • બંને મિત્રો પાસેથી 50-50 હજાર મળી એક લાખની માંગી હતી લાંચ

જામનગરઃ ફરિયાદી અને તેના મિત્ર પોતાની કાર લઈ જઇને જતા હતા, તે સમયે એસીબીના હાથે ઝડપાયેલા આરોપીએ તેમની કાર રોકીને બંને દારૂ પીધેલા છો, તેવો દમ મારીને તેમના વિરુદ્ધ દારૂનો કેસ કરીને કાર કબ્જે કરવાની ધમકી આપી હતી.આરોપી જે.કે.રાઠોડ એડહોક પી.એસ.આઇ, પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગરએ ફરિયાદી અને તેના મિત્રને જણાવેલ કે જો દારૂનો કેસ ન થવા દેવો હોય તો બંનેએ 50- 50 હજાર રૂપિયા આપવા પડશે. અંતે બંનેના થઈને લાંચ પેટે રૂ.50,000 ની માંગણી કરી હતી. 

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબી ટોલ ફ્રી નં.1064 પર સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલું, જેમાં આરોપીએ ફરિયાદી પાસે લાંચના રૂ.50,000 ની માંગણી કરીને હેતુલક્ષી વાતચીત કરી હતી, ઠેબા ચોકડીથી જામનગર તરફના રોડ પર 500 મીટર દૂર જામનગરમાં લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો, આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટ્રેપિંગ અધિકારી એ.ડી.પરમાર, પીઆઇ, જામનગર, દેવભૂમિ દ્વારકા એસીબીનો સ્ટાફ, સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજા, મદદનીશ નિયામક, એસીબી, રાજકોટ એકમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch