Sat,16 November 2024,4:20 pm
Print
header

જામનગરમાં લગ્નમાં સાસુએ NRI જમાઇનું નાક ખેંચ્યું અને પછી તો લગ્ન જ તૂટી ગયા- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

કન્યા માએ જમાઈનું નાક ખેંચતા બંને પક્ષોમાં થઈ બબાલ

માતાનું અપમાન સહન ન થતાં યુવતીએ લગ્ન ફોક કર્યાં

  • જાન લીલા તોરણે પરત ફરતાં ભોજન પડી રહ્યું

જામનગરઃ ગુજરાતમાં હાલ લગ્ન સીઝન ચાલી રહી છે. વિદેશમાં વસતા અનેક લોકો પણ લગ્ન માટે આવ્યાં છે. ત્યારે જામનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં રહેતા એક યુવકને તેના જ શહેર જામનગરની યુવતી સાથે પ્રેમ થયો હતો. જે બાદ બંને પરિવારોની મંજૂરીથી લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યાં હતા.

પરંતુ લગ્નની વિધિ દરમિયાન રિવાજ મુજબ કન્યાની માતાએ જમાઈનું નામ ખેંચ્યું અને બંને પક્ષોમાં બરાબરની જામી હતી, બબાલ મોટી થતા આખરે પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દીધી અને લગ્નનો માહોલ બેરંગ થઈ ગયો, લગ્ન થતા પહેલા જ તૂટી જતા  રસોઈ પણ પડી રહી હતી.

પ્રેમિકાએ પોતાની માતાના થયેલા અપમાનને કારણે લગ્ન રદ્દ કરતાં અનેક લોકોએ તેના આ પગલાંની પ્રશંસા કરી હતી. ઉપરાંત કન્યા પક્ષે વર પક્ષ તરફથી આપવામાં આવેલી વસ્તુઓ પણ પરત કરી દીધી છે. જો કે ગણી વખત થોડી મજાક મસ્તી પણ ભારે પડી જતી હોય છે અને આ લગ્નમાં પણ આવું જ કંઇક બન્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch