Sun,17 November 2024,10:56 am
Print
header

BIG NEWS- જામનગરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરોની બહાર દોડી આવ્યાં

જામનગરઃ શહેરમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ છે સાંજના સમયે લોકો જમવાની તૈયારીઓ કરી રહ્યાં હતા તે સમયે જ 7 વાગ્યેને 13 મીનિટે ભૂકંપના આંચકા નોંધાયા હતા, તીવ્રતા વધારે હોવાથી લોકોને ભૂકંપનો અનુભવ થયો હતો અને લોકો દોડી ગયા હતા. કાલાવડ, હરિપર, ખંઢેરા, માટલી, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં પણ ભૂકંપના બે આંચકા આવ્યાં છે. 

 

સિસ્મોલોજી વિભાગના જણાવ્યાં મુજબ જામનગરથી 14 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. અંદાજે 2 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી, જેમાં મોટા બિલ્ડીંગોમાં પણ ધ્રુજારી જોવા મળી હતી લોકો રસ્તાઓ પર દોડી આવ્યાં હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ છે અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર આવ્યાં નથી, સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે, થોડા સમય પહેલા પણ ભૂજ અને અંજાર સહિતના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો જેની અસર અમદાવાદ સુધી દેખાઇ હતી.

નોંધનિય છે કે આજે જામનગર સિવાય ઉત્તર પ્રદેશના મેરઠમાં 2.7 અને જમ્મુ-કાશ્મીરમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch