Sat,21 September 2024,1:07 am
Print
header

Video: સિક્કિમમાં વાદળ ફાટતાં નદીનું સ્તળ અચાનક 20 ફૂટ વધ્યું, સેનાના 23 જવાનો ગુમ- Gujarat Post

ઉત્તર સિક્કિમઃ લોનાક તળાવ નજીક અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું છે. સંરક્ષણ પીઆરઓ અનુસાર, ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું છે. જેને કારણે ઘાટીમાં કેટલાક સૈન્ય સ્થળોને અસર થઈ છે અને હાલમાં સેનાના 23 જવાનો ગુમ થયાના અહેવાલ છે અનેક વાહનો કાદવમાં ડૂબી ગયા છે અને મોટું નુકસાન થયું છે.

સંરક્ષણ પીઆરઓ અનુસાર, ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 20 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જેને કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો તનાયા હતા અને સૈનિકો પણ ગુમ થયા છે.

મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે સિંગતમમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભૂટિયાએ જણાવ્યું કે સિંગતમમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ થયા હોવાની પણ માહિતી છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch