Sat,16 November 2024,11:58 am
Print
header

ઘોર કળિયુગઃ જેતપુરમાં દાદીએ પૌત્ર-પૌત્રીને ટીવી જોવા મામલે ઠપકો આપ્યો અને દાદીની પુત્રએ જ હત્યા કરી નાખી- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

આરોપી પુત્રના છૂટાછેડા થયા હતા

પૌત્ર-પૌત્રીને મોડે સુધી ટીવી જોવાને લઇને દાદીએ ઠપકો આપતાં પુત્ર રોષે ભરાયો

લાકડીના ઘા ઝીંકી પુત્ર ફરાર થઈ ગયો, આરોપીને શોધવા પોલીસે હાથ ધરી કવાયત

જેતપુરઃ ઘોર કળિયુગની સાબિતી આપતાં અનેક કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. રાજકોટના જેતપુર તાલુકાના બાવાપીપળીયા ગામે માતાએ પૌત્રને મોડે સુધી ટીવી જોવા ઠપકો આપ્યો હતો. જેને લઈ રોષે ભરાયેલા તેમના પુત્રએ માતાને લાકડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી 

જેતપુરના બાવાપીપળીયા ગામે રહેતા વૃદ્ધાએ મોડે સુધી ટીવી જોવા બાબતે પૌત્ર-પૌત્રીને ઠપકો આપતાં પોતાના સંતાનોના બચાવમાં રોષે ભરાયેલા પુત્રએ પોતાની માતા પર લાકડીથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમનું મોત થયું હતું. જેતપુર તાલુકા પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.બાવા પીપળીયા ગામે રહેતા કાનજીભાઈ નાનજીભાઈ માથાસુરિયા (ઉ.વ.49)એ તેના નાના ભાઈ અનુભાઈ સામે માતા ચંપાબેનની હત્યા કર્યાંની ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, અનુભાઈના છૂટાછેડા થયા છે.તેના બે બાળકો કાનજીભાઈની સાથે રહે છે. બે દિવસ પહેલા રાત્રે બંને બાળકો મોડે સુધી ટીવી જોતા હતા.જેને લઈ દાદીએ ઠપકો આપ્યો હતો અને તે સમયે અનુભાઈ ધસી આવ્યા હતા અને છોકરાઓને કંઈ કહેવાનું નહીં તેમ કહીને માતાને ગાળો આપી હતી. માથામાં લાકડીના ઘા મારતાં દેકારો થતાં કાનજીભાઈ તથા તેના પત્ની દોડીને આવ્યાં હતા અને માતાના માથામાં લોહી નીકળતું હતું. અનુભાઈ માતાને મારા દીકરાને ઠપકો કેમ આપે છે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી લાકડી લઈ નાસી ગયો હતો. જે બાદ માતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch