Fri,01 November 2024,2:59 pm
Print
header

જીગ્નેશ બારોટ ખેરાલુથી અપક્ષમાં લડશે ચૂંટણી- Gujarat Post

(ફાઇલ તસવીર)

અપક્ષ તરીકે ચૂંટણી લડશે જીગ્નેશ કવિરાજ

જીગ્નેશ બારોટનો ચાહક વર્ગ મોટો છે 

મહેસાણાઃ ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11 મી યાદી આજે જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. હવે લોક ગાયક જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ) અપક્ષમાંથી ચૂંટણી લડશે. જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો છે

લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેઓ ખેરાલુ બેઠક પર અપક્ષ ચૂંટણી લડલાની તૈયારી કરી રહ્યાં છે. ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. જો કે કોઇ પક્ષ હજુ સુધી તેમનો સંપર્ક કર્યો નથી. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન બાદ 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch