Sat,16 November 2024,2:03 pm
Print
header

નામ પર વિવાદ બાદ તિરંગાના રંગમાં રંગાયો જિન્ના ટાવર, જાણો શું છે આ મામલો – Gujarat Post

(ગુંટુરમાં આવેલો છે જિન્ના ટાવર)

ગુંટુંરઃ આંધ્રપ્રદેશના ગુંટુરમાં જિન્ના ટાવરના નામ પર થયેલા વિવાદ બાદ હવે તેને તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે. આ તમામ વ્યવસ્થા ત્રિરંગો ફરકાવવા માટે કરવામાં આવી હોવાનું કહેવાય છે.

ગુંટુર પૂર્વના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફાએ કહ્યું કે આ સંબંધમાં અનેક સંગઠનોએ વિનંતી કર્યાં બાદ અમે જિન્ના ટાવરને ત્રિરંગામાં રંગવાનું નક્કી કર્યું. આ સાથે જ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પોલ પણ બનાવવામાં આવ્યો હતો. ગુરુવારે જિન્ના ટાવર પર તિરંગો ફરકાવવામાં આવશે.

મુસ્તફાએ GMC મેયર કાવતી મનોહર નાયડુ સાથે ટાવરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું, 'સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મુસ્લિમોના પ્રખર નેતાઓએ અંગ્રેજોનો મક્કમતાથી સામનો કર્યો હતો, આઝાદી પછી કેટલાક મુસ્લિમો દેશ છોડીને પાકિસ્તાન ગયા હતા.પરંતુ અમે અમારા દેશમાં ભારતીય તરીકે રહેવા માંગીએ છીએ અને અમારી માતૃભૂમિને  પ્રેમ કરીએ છીએ.

આ મામલે મુસ્તફાએ ભારતીય જનતા પાર્ટી પણ નિશાન સાધ્યું હતું. ભાજપે ગયા મહિને જિન્ના ટાવરના નામ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુસ્તફાએ કહ્યું કે ભાજપના નેતાઓએ કોરોના મહામારીથી પીડિત લોકોની મદદ કરવી જોઈએ અને કોમી રમખાણો ભડકાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

26 જાન્યુઆરીએ કેટલાક લોકો જિન્ના ટાવર પર ચઢી ગયા હતા અને બળજબરીથી ત્રિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. ભાજપના આંધ્ર પ્રદેશ એકમે ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ચલ્લા અનુરાધાને આ સંદર્ભે એક આવેદનપત્ર આપ્યું હતું. તેમણે જિન્ના ટાવરનું નામ બદલીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામ પર રાખવાની વિનંતી કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch