Sat,21 September 2024,3:09 am
Print
header

Us પ્રેસિડેન્ટ જો બાઇડેનનો પુત્ર થઈ શકે છે જેલભેગો, ટેક્સ ચોરી અને હથિયારના ખોટા ઉપયોગ મામલે દોષિત જાહેર- Gujarat Post

વેશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમના પુત્રની મુશ્કેલીઓ વધી શકે છે. રાષ્ટ્રપતિ બાઇડેનના પુત્ર હન્ટર બાઇડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યાં છે. હન્ટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. આ પહેલા અમેરિકી સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની તપાસની જાહેરાત કરી હતી.

ડેલવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપ મુજબ, હન્ટર પર 2018 માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો અને કેટલીક વાતો છુપાવવાનો આરોપ છે. હન્ટરે ક્રેક કોકેઈનના વ્યસનને લઇને વાત છુપાવી હતી, હન્ટર પર ડ્રગ યુઝર તરીકે ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવાનો આરોપ છે. તેણે 2018માં ડેલવેરમાં બંદૂકની દુકાનમાંથી કોલ્ટ કોબ્રા સ્પેશિયલ બંદૂક ખરીદી હતી ત્યારે જૂઠું બોલ્યો હતો. તેના પર બળજબરીથી બોક્સ ચેક કરવાનો પણ આરોપ છે.

રાષ્ટ્રપતિ બાઇડેનના પુત્ર હન્ટર અનેક બિઝનેસ ડીલના કારણે પણ તપાસ હેઠળ આવી શકે છે. સ્પેશિયલ કાઉન્સેલે સંકેત આપ્યો છે કે સમયસર ટેક્સ ન ભરવાના આરોપમાં કેલિફોર્નિયા અથવા વોશિંગ્ટનમાં કેસ દાખલ કરવામાં આવી શકે છે. હન્ટર પર આરોપ છે કે તેઓ બાઇડેન બ્રાન્ડનો ખોટો ઉપયોગ વિદેશમાં બિઝનેસ વધારવા અને અયોગ્ય રીતે નફો કમાવવા કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch