Sat,21 September 2024,3:12 am
Print
header

ભારત આવવા આતુર છું, પરંતુ એક વાતનો છે અફસોસ: જો બાઇડેન

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે તેઓ G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવા માટે આતુર છે. જો બાઇડેન 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. જ્યાં 8 સપ્ટેમ્બરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ પછી 9 અને 10 સપ્ટેમ્બરે તેઓ G-20 સમિટમાં ભાગ લેશે.

પત્રકારોએ જો બાઇડેનને તેમની ભારત મુલાકાત અંગે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં જો બાઇડેને કહ્યું કે તેઓ ભારત આવવા માટે ઉત્સુક છે,પરંતુ હું નિરાશ છું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં આયોજિત સંમેલનમાં ભાગ લઈ રહ્યાં નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત નથી આવી રહ્યાં.

નવી દિલ્હીમાં યોજાનારી આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની આલ્બાનીઝ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા ડી અન્ય નેતાઓ સામેલ થશે. 10 સપ્ટેમ્બરે યોજાનારી સમિટમાં વડાપ્રધાન મોદી બ્રાઝિલને G-20નું પ્રમુખપદ સોંપશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch