Sun,17 November 2024,4:33 pm
Print
header

આવી ગઇ એક જ ડોઝની કોરોના રસી, જોન્સન એન્ડ જોન્સનની કોરોનાની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં મંજૂરી

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના ઘટતા કેસો વચ્ચે વધુ એક રસીને મંજૂરી આપવામાં આવી છે. આ રસી બે ડોઝની નહીં પરંતુ એક જ ડોઝની છે. ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ રસીને મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં લખ્યું,"ભારત તેની રસીની સંખ્યા વધારી છે જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ કોવિડ રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ભારત પાસે હવે 5 EUA રસીઓ છે. આ કોરોના સામે આપણા દેશની લડાઈને વધુ ઝડપી બનાવશે.

કંપનીએ 5 ઓગસ્ટે તેની સિંગલ ડોઝ રસી માટે અરજી કરી હતી.હવે ભારતમાં પાંચ કોરોના રસીઓને ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી મળી છે. તેમાં કોવિશિલ્ડ, કોવેકસીન, સ્પુટનિક વી, મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનની રસીનો સમાવેશ થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch