Fri,01 November 2024,4:59 pm
Print
header

ઘણી જગ્યાએ ભાજપના નેતાઓને ભગાડ્યાં, હવે લાગ્યા ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર્સ- gujarat post

જૂનાગઢઃ વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં જનતાએ ભાજપના નેતાઓને ભગાડ્યાં છે અને નેતાઓના વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા,હાલમાં રાજકોટ- મોરબીમાં પણ આવું જ બન્યું હતુ.સાસંદ મોહન કુંડારિયાએ જનતાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, હવે જૂનાગઢમાં પણ ભાજપનો વિરોધ શરૂ થઇ ગયો છે. માંગરોળના તલોદરા ગામે ભાજપ સામે પોસ્ટર્સ લાગ્યા છે. 

તલોદરામાં રબારી-માલધારી સમાજના નામે પોસ્ટર્સમાં લખ્યું છે કે ભાજપના લોકોએ અહીં મત માંગવા આવવું નહીં, તેમના પર અહીં પ્રતિબંધ છે. અગાઉ પણ ઢોર વિરોધી કાયદાને લઇને માલધારી સમાજે મહાસંમેલન કર્યું હતુ, જેમાં સરકારે પીછેહઠ કરીને કાયદો પાછો લેવો પડ્યો હતો.

વિધાનસભા ચૂંટણી પહેલા ગામડાઓમાં લોકોમાં રોષ છે, નેતાઓ ચૂંટણી સમયે જ દેખાય છે, પ્રજા હવે પોતાના પ્રશ્નોને લઇને આક્રમક બની ગઇ છે. તલોદરામાં સ્થાનિક પ્રશ્નો અને બીજી સમસ્યાઓથી કંટાળીને સ્થાનિક લોકોએ આ બોર્ડ માર્યાં છે. થોડા દિવસ પહેલા અમરેલીના એક ગામમાં પણ ભાજપના નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch