Thu,14 November 2024,11:03 pm
Print
header

એક દિવસમાં બે લોકોને આવ્યો હાર્ટ એટેક, જૂનાગઢમાં બગીચામાં કામ કરતા 18 વર્ષીય યુવકનું મોત

જૂનાગઢમાં 18 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત

યુવક નારિયેળીના બગીચામાં કામ કરી રહ્યો હતો

જીગ્નેશ વાજા નામના યુવાનનુ થયું મોત

જૂનાગઢઃ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક છે. SGVP ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો, તે સમયે અચાનક ઢળી પડ્યો હતો. વિધાર્થીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામે 18 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત થયું છે. નારિયેળીના બગીચામાં કામ કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

માળિયા હાટીના ગડુ ગામે 18 વર્ષીય જીગ્નેશ વાજા નામના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. યુવક નારિયેળીના બગીચામાં કામ કરતા હતો. અચાનક ગભરામણ થતા તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તે ઢળી પડ્યો હતો. ત્યાં હાજર લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરજ પરના તબીબે જીગ્નેશને મૃત જાહેર કર્યો હતો. મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર યુવકના મોતથી માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch