Fri,15 November 2024,6:31 pm
Print
header

દેશના 50માં CJI બન્યાં ડીવાય ચંદ્રચુડ, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યાં શપથ- Gujarat Post

નવી દિલ્હીઃ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના સ્થાને ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ ધનખડ સહિત તમામ મહાનુભાવો હાજર રહ્યાં હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી ચાલશે.

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે આજે ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. સુપ્રીમ કોર્ટના વર્તમાન સિટિંગ જજ રહેલા જસ્ટિસ ચંદ્રચુડને તેમના અનેક નિર્ણયો માટે યાદ કરવામાં આવે છે. તેમના વિદાય સમારોહ પર 8 નવેમ્બરે પૂર્વ સીજેઆઈ યૂયૂ લલિતે તેમના ઘણા ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો.  

બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ બનતા પહેલા તેમણે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત, કોલકાત્તા, અલ્હાબાદ, મધ્યપ્રદેશ અને દિલ્હીની હાઈકોર્ટમાં એક વકીલ તરીકે પ્રેક્ટિસ કરી છે. 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમને સિનિયર વકીલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. 1998થી 2000 સુધી તેમણે ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી હતી. એક વકીલ તરીકે, જસ્ટિસ ચંદ્રચુડના સૌથી મહત્વપૂર્ણ કેસોમાં બંધારણીય અને વહીવટી કાયદો, HIV+ દર્દીઓના અધિકારો, ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અધિકારો અને શ્રમ અને ઔદ્યોગિક કાયદાનો સમાવેશ થાય છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch